ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સપ્ટેમ્બરમાં હ્યુન્ડાઈનો ઓલ-ટાઈમ રેકોર્ડ, 77,916 કારના વેચાણ સાથે કંપનીએ રચ્યો નવો ઈતિહાસ

photo-story

4 ફોટો ગેલેરી

ઓટો / સપ્ટેમ્બરમાં હ્યુન્ડાઈનો ઓલ-ટાઈમ રેકોર્ડ, 77,916 કારના વેચાણ સાથે કંપનીએ રચ્યો નવો ઈતિહાસ

Last Updated: 09:04 AM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હ્યુન્ડાઈએ સપ્ટેમ્બરમાં 77,916 કારો વેચીને પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તહેવારો પહેલાં મજબૂત વેચાણ અને નવી SUV Bayonની તૈયારી સાથે આ કંપની માર્કેટમાં વધુ મજબૂત બની રહી છે.

1/4

photoStories-logo

1. હ્યુન્ડાઈ મોટર

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા માટે સપ્ટેમ્બર મહિનો ખરેખર ગોલ્ડન સાબિત થયો છે. કંપનીએ આ મહિનામાં કુલ 77,916 કારો વેચી છે. જે તેની અત્યાર સુધીની સૌથી વધુ વેચાણવાળી મહિનાની સિદ્ધિ છે. આ આંકડામાં ઘરેલું માર્કેટ અને એક્સપોર્ટ બંને સામેલ છે. જેમાં સંયુક્ત વેચાણમાં વાર્ષિક ધોરણે 10.8 ટકાનો વધારો નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ઘરેલું માર્કેટમાં વેચાણ

ઘરેલું માર્કેટમાં હ્યુન્ડાઈએ 57,166 કારો વેચી, જ્યારે એક્સપોર્ટ 20,750 યુનિટ સુધી પહોંચી છે. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં ઘરેલું વેચાણમાં 5619 કારોનો વધારો થયો છે, એટલે કે 10.90 ટકાની વૃદ્ધિ છે. ઓગસ્ટ 2026ની સરખામણીમાં પણ માસિક વેચાણમાં 2770 યુનિટ અથવા 5.09 ટકાનો વધારો થયો છે. નિકાસમાં પણ 10.37 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. પોર્ટફોલિયો

જુલાઈથી સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક પીરીયડમાં કંપનીએ કુલ 2,19,072 કારો વેચી છે. હ્યુન્ડાઈના પોર્ટફોલિયોમાં i10, i20, એક્સ્ટર, વેન્યુ, ક્રેટા અને અલ્કઝાર જેવી ફેમસ કારો સામેલ છે. તહેવારોના સીઝન પહેલાં આ મજબૂત વેચાણ કંપની માટે ખૂબ મહત્વનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. Hyundai Bayon

ઓક્ટોબર મહિનો હ્યુન્ડાઈ માટે વધુ ખાસ રહેવાનો છે. કેમ કે કંપની આ મહિનામાં તેની નવી મિડ-સાઈઝ SUV Hyundai Bayon લોન્ચ કરવા જઈ રહી છે. તેની બુકિંગ શરૂ થઈ ચૂકી છે. આ કાર વેન્યુ અને ક્રેટા વચ્ચેની જગ્યા ભરશે અને મારુતિ વિક્ટોરિસ સામે સ્પર્ધા કરશે. એવો અંદાજ છે કે કંપની તેને CNG વેરિઅન્ટ સાથે પણ રજૂ કરી શકે છે. જો એમ થાય તો આ હ્યુન્ડાઈની પ્રથમ મોટી કાર હશે જેમાં CNGનો વિકલ્પ મળશે. તેના લોન્ચ માટે 12 ઓક્ટોબર સુધીની રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hyundai Bayon Hyundai Motor Hyundai sales
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ