ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત IAS ગૌરવ દહીયા અને કે. રાજેશને ઘરે બેસાડી દીધા, મહિલાએ દહિયા પર લગાવ્યો હતો આરોપ

ગાંધીનગર / સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત IAS ગૌરવ દહીયા અને કે. રાજેશને ઘરે બેસાડી દીધા, મહિલાએ દહિયા પર લગાવ્યો હતો આરોપ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:33 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાત સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત IAS ગૌરવ દહીયા અને કે. રાજેશને ઘરે બેસાડી દીધા છે. રાજ્યમાં વધુ બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા છે.

ADVERTISEMENT

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS ગૌરવ દહિયા અને IAS કે.રાજેશને ફરજિયાત નિવૃત કરવામાં આદેશ કરાયો છે. લીનું સિંઘ નામની મહિલાએ IAS દહિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દહિયા સામે ચાલી રહેલી વિભાગીય તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. IAS ગૌરવ દહિયા રાજ્યના અધિક વિકાસ કમિશનર તરીકે કાર્યરત હતા.

ગુજરાત કેડરના 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહિયા અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. હવે 1 ઓક્ટોબર 2026ના સેવા સમીક્ષા બાદ તેમને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય સામે આવ્યો છે. દિલ્હીની મહિલા લીનુ સિંઘે સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે આરોગ્ય વિભાગના તત્કાલીન કમિશનર ગૌરવ દહિયા સામે અરજી કરી હતી.

આઇએએસ કે.રાજેશ પર ભ્રષ્ટાચારના આરોપને લઈ ફરજિયાત ફરજમુક્ત કરાયા છે. વર્ષ 2022માં ભ્રષ્ટાચારના કેસમાં કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના હોદ્દા પર રહીને જમીન સોદામાં કટકી કરી હોવાના આક્ષેપ થયા હતા. EDએ મની લોન્ડરિંગ હેઠળ પણ કે.રાજેશ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કે. રાજેશ એપ્રિલ 2018થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગરના કલેક્ટર રહ્યા હતા. કે. રાજેશને જુલાઈ 2022માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા.

કે.રાજેશ કોણ છે

કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના આઇએએસ અધિકારી છે તેઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાતમાં જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત બાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ ડખો પડ્યો / GPSCના સભ્યપદની નિયુક્તિને લઇ વિવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર વિફર્યા

પૂર્વ IAS કે.રાજેશ સામે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારે કે.રાજેશને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. કે.રાજેશની નિવૃત્તિના સરકારે આદેશ પણ આપ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે તેમને ફરજ મુક્ત કરવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, વર્ષ 2022માં ભ્રષ્ટાચારના કેસમાં કે.રાજેશની ધરપકડ થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના હોદ્દા પર રહીને જમીન સોદામાં કરી તેમણે કટકી પણ કરી હતી. ઇડીએ મની લોન્ડરિંગ હેઠળ પણ કે.રાજેશ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Gangajal K. Rajesh IAS Gaurav Dahiya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ