ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલે બદલ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં ફટકારી ડબલ સેન્ચુરી, સૌથી ઝડપી સદીનો પણ રેકોર્ડ

બીજી વનડે / શુભમન ગિલે બદલ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં ફટકારી ડબલ સેન્ચુરી, સૌથી ઝડપી સદીનો પણ રેકોર્ડ

Published By: Hiralal Parmar

Last Updated: 10:27 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં શુભમન ગિલે તરખાટ મચાવ્યો હતો અને બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

ADVERTISEMENT

અત્યાર સુધી રોહિત શર્માના નામે બે વનડે સદીનો રેકોર્ડ હતો. પરંતુ હવે આ યાદીમાં શુભમન ગિલનો ઉમેરો થયો છે. કેપ્ટન શુભમન ગિલે હવે વનડે ક્રિકેટમાં પોતાની બીજી બેવડી સદી ફટકારી છે. તેણે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 117 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 62 બોલમાં પોતાની 11મી સદી પૂર્ણ કર્યા પછી, ગિલે રોકાવાના કોઈ સંકેત દેખાતા નહોતા અને પોતાની બેવડી સદી પૂર્ણ કરીને ભારતને શ્રેણી જીતની કગાર પર પહોંચાડ્યું. મેચમાં ગિલે 133 બોલમાં 223 રન બનાવ્યાં હતા.

ગિલે પહેલી બેવડી સદી ક્યારે ફટકારી?

ગિલે 18 જાન્યુઆરી, 2023 ના રોજ હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે 208 રન બનાવીને પોતાની કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી હતી.

રોહિત શર્માએ પણ સદી ફટકારી

મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી. રોહિતે 75 બોલમાં 101 રન કર્યા હતા. ગિલ અને રોહિત શર્માની સદીને કારણે જ ભારતે આટલો મોટો વિશાળ ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

પહેલી વાર ભારતે 400 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગૌહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ODI મેચમાં ક્રિકેટ ચાહકોને રનનો એવો તોફાન જોવા મળ્યો કે મેચની દરેક ક્ષણ રોમાંચથી ભરાઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 405/7નો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો અને ભારત સામે જીત માટે 406 રનનો પડકાર મૂક્યો હતો જેણે ભારતે આસાનીથી હાંસલ કરી લીધો હતો.

વધુ વાંચો : વનડેમાં ટ્રિપલ સેન્ચુરી સાથે વેસ્ટ ઈન્ડિઝે ફટકાર્યાં 405 રન, ભારતીય બોલર્સના ઉડાવ્યાં 'છોતરા'

વેસ્ટ ઈન્ડિઝનો વનડે ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની બીજી વનડેમાં 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ વેસ્ટ ઈન્ડિઝનો વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. ટોસ હાર્યા બાદ મુલાકાતી ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારત તરફથી ગુર્નુર બ્રાર સૌથી મોંઘા બોલર રહ્યા, તેમણે 10 ઓવરમાં 96 રન આપીને 2 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર આકિબ નબી પણ મોંઘા સાબિત થયો. તેમણે 8.5 ઓવરમાં 84 રન આપી દીધા. ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પણ વિકેટ લેનારા બોલરોમાં સામેલ હતા. તેમણે દરેકે ૨ વિકેટ લીધી, પરંતુ તે ખૂબ મોંઘા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ એક વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shubman Gill Double Century shubman gill IND vs WI 2nd ODI

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ