ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વનડેમાં ટ્રિપલ સેન્ચુરી સાથે વેસ્ટ ઈન્ડિઝે ફટકાર્યાં 405 રન, ભારતીય બોલર્સના ઉડાવ્યાં 'છોતરા'

ક્રિકેટ / વનડેમાં ટ્રિપલ સેન્ચુરી સાથે વેસ્ટ ઈન્ડિઝે ફટકાર્યાં 405 રન, ભારતીય બોલર્સના ઉડાવ્યાં 'છોતરા'

Published By: Hiralal Parmar

Last Updated: 07:03 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની બીજી વનડેમાં 405 રનનો પહાડી સ્કોર કરી નાખીને ભારતની જીત મુશ્કેલ બનાવી દીધી છે.

ADVERTISEMENT

આસામના ગુવહાટીમાં બારસપરા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 405 રનનો પહાડી સ્કોર બનાવીને ભારતની જીત લગભગ મુશ્કેલ બનાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટર્સે ભારતીય બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના 3 ખેલાડીઓએ સદી ફટકારી હતી જેમાં જોન કેમ્પબેલ (101), શાઈ હોપ (104) અને આમિર જાંગુ (114) ની સદી સામેલ છે.

વેસ્ટ ઈન્ડિઝનો વનડે ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની બીજી વનડેમાં 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ વેસ્ટ ઈન્ડિઝનો વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. ટોસ હાર્યા બાદ મુલાકાતી ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારત તરફથી ગુર્નુર બ્રાર સૌથી મોંઘા બોલર રહ્યા, તેમણે 10 ઓવરમાં 96 રન આપીને 2 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર આકિબ નબી પણ મોંઘા સાબિત થયો. તેમણે 8.5 ઓવરમાં 84 રન આપી દીધા. ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પણ વિકેટ લેનારા બોલરોમાં સામેલ હતા. તેમણે દરેકે ૨ વિકેટ લીધી, પરંતુ તે ખૂબ મોંઘા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ એક વિકેટ લીધી.

આમિર જાંગુએ 70 બોલમાં સદી ફટકારી

કેપ્ટન શાઈ હોપની સદી બાદ, આમિર જાંગુએ પણ વિસ્ફોટક બેટિંગ સાથે પોતાની સદી પૂરી કરી. તેણે 70 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ આમિર જાંગુની ODI ક્રિકેટમાં બીજી સદી છે. ભારત સામેની પહેલી ODIમાં પણ જંગુએ જોરદાર બેટિંગ કરી હતી, જેમાં અણનમ અડધી સદી ફટકારી હતી. જંગુએ પહેલી ODIમાં 58 રન બનાવ્યા હતા.

વધુ વાંચો : દિવાળી પર ફટાકડાં પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે નહીં? સુપ્રીમ કોર્ટે કરી દીધી મોટી વાત

શાઈ હોપે 90 બોલમાં સદી કરી

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન શાઈ હોપે 90 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ શાઈ હોપની 20મી વનડે સદી હતી. હોપે ગુર્નુર બ્રારની બોલ પર શાનદાર બાઉન્ડ્રી ફટકારી અને પછી પોતાનું બેટ હવામાં ઉડાડ્યું. શાઈ હોપની સદી સાથે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગુવાહાટી વનડેમાં મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. શાઈ હોપ 104 રન બનાવીને આઉટ થયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND WI ODI news IND WI ODI

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ