ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / માનો કે પ્લેનમાં પાઈલટને કંઇ થયું તો બચાવશે કોણ? flydubaiના કેપ્ટન સ્મિતનું એ ઈન્ટરવ્યૂ, જે થઇ રહ્યું છે વાયરલ
Last Updated: 11:24 AM, 1 October 2026
ADVERTISEMENT
ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં બનેલી ભયાનક ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચી લીધું છે. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટ FZ1073માં હવામાં જ બે પાયલટ્સ વચ્ચે તકરાર થઈ અને ઓમાની કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કરીને વિમાનને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. યાત્રીઓ અને ક્રૂએ સમયસર દખલ કરીને હુમલાખોરને કાબૂમાં લઈને મોટી દુર્ઘટના ટાળી હતી.
ADVERTISEMENT
આ ઘટના બાદ હવે કેપ્ટન સ્મિત મચ્છરનો એક વર્ષ જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ક્લિપમાં તેમને હવામાં મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં મદદ અંગે વાત કરી હતી. જેમાં તેમને પૂછ્યું હતું, “જ્યારે આપણે હવામાં હોઈએ અને કંઈક થઈ જાય, તો તમને કોણ બચાવશે?”
ONE YEAR AGO, Captain Smit Machchhar was asked what's a bigger high: A smooth landing, or an on-time arrival?
— Max 📟 (@MaxNordau) September 30, 2026
His answer: "None. Safe. You don't have to think about on time. They've hired other people to take care of that."
"A positive landing. Safe landing where I'm supposed… pic.twitter.com/N6ZYJcntRR
ADVERTISEMENT
જેમાં તેમને સમજાવ્યું કે યાત્રીઓમાં જો કોઈ ડૉક્ટર હોય તો તે ખૂબ સારું છે પણ ફ્લાઈટ ક્રૂ પણ જીવ બચાવવાની મદદ કરી શકે છે. સામાન્ય ફ્લાઈટ જ્યારે ઈમરજન્સીમાં ફેરવાઈ જાય ત્યારે ક્રૂની મદદ કરવાની ક્ષમતા સૌથી મહત્ત્વની બની જાય છે. આ વાતચીતમાં તેમના એવિએશન કરિયર અને નવા પાયલટ્સને માર્ગદર્શન આપવાના કામની પણ ચર્ચા થઈ હતી.
સ્મિત મચ્છર મૂળ ગુજરાતી છે. તેઓ જૂન 2022માં ડાયરેક્ટ-એન્ટ્રી કૅકેપ્ટન તરીકે ફ્લાઈદુબઈમાં જોડાયા હતા. તે પહેલાં તેમને સ્પાઈસજેટ સાથે લગભગ અગિયાર વર્ષ કામ કર્યું હતું.
ADVERTISEMENT
Captain Smit Machchhar is a HERO.
— Narendra Modi (@narendramodi) October 1, 2026
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી છે. તેમને કહ્યું કે કેપ્ટન સ્મિત મચ્છર હીરો છે. ખુબ જોખમી પરિસ્થિતિમાં અને ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમને બીજાના જીવ બચાવવા માટે અદ્ભુત હિંમત અને અડગ સંકલ્પ દાખવ્યો. તેમની બહાદુરીથી સેંકડો લોકોના જીવ બચ્યા અને મોટી દુર્ઘટના ટળી ગઈ. ભારતને કેપ્ટન મચ્છર પર ગર્વ છે અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.
ADVERTISEMENT
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 30, 2026
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
ADVERTISEMENT
આ અંગે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ મચ્છરની તારીફ કરતા કહ્યું કે, “ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને તેમની અસાધારણ બહાદુરી માટે મારો સલામ.છરીથી હુમલો થયો અને ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમનેણે પાછો હુમલો કર્યો, પ્રતિકાર કર્યો, કોકપિટનો દરવાજો ખોલ્યો અને યાત્રીઓ તથા ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવા મદદ કરી — આમ તેમણે હવામાં મોટી આપત્તિ ટાળી.તેમણે 180 લોકોના જીવ બચાવ્યા, જેમાં ઇઝરાયલી નાગરિકો અને અન્ય દેશના લોકોનો સમાવેશ થાય છે. હું કેપ્ટન મચ્છરના જલ્દી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા રાખું છું. તે સાચા અર્થમાં હીરો છે.”
સંકળાયેલા મુદ્દાઓ