ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:52 PM, 30 September 2026
ADVERTISEMENT
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં એક અણધાર્યા સંકટનો સામનો કરીને ભારતીય પાયલોટ સ્મિત મછારે અસાધારણ હિંમતનું પરિચય આપ્યું છે. લગભગ 180 મુસાફરો અને ક્રૂ સાથે જઈ રહેલી આ ફ્લાઈટમાં ઓમાની કો-પાયલોટે વિમાનને પોતાના કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્મિત મછારે તેમની સામે મુકાબલો કરીને વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઉતાર્યું હતું.
ADVERTISEMENT
આ ઘટનામાં સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા, છતાં તેમને વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું અને મુસાફરોનો જીવ બચાવ્યો. ફ્લાયદુબઈએ પુષ્ટિ કરી છે કે બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે અને તેઓ અધિકારીઓ સાથે સહકાર કરી રહ્યા છે.
સ્મિત મછાર અનુભવી પાયલોટ છે. તેમને પહેલાં સ્પાઈસજેટમાં કામ કર્યું હતું અને જૂન 2022માં ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઈલ મુજબ તેમને કોમર્શીયલ વિમાન ઉડાડવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે અને બોઈંગ 737 વિમાનો પર લગભગ 9750 ફ્લાઈંગ કલાક પૂરા કર્યા છે. સ્પાઈસજેટમાં 11 વર્ષથી વધુ સમય દરમિયાન તેમણે સિનિયર કમાન્ડર અને લાઈન ટ્રેનિંગ કેપ્ટન તરીકે કામ કર્યું હતું. તેમને પાયલોટ-ઇન-કમાન્ડ તરીકે 6400 થી વધુ કલાક પૂર્ણ કર્યા છે અને ક્રૂ રિસોર્સ મેનેજમેન્ટ તથા ફ્લાઈટ સ્ટાન્ડર્ડ્સમાં નિપુણતા ધરાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઘટના બાદ સ્મિત મછારની હિંમત અને હાજરજવાબીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેમને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપીને વિમાનને સુરક્ષિત રીતે ઉતારીને મોટી ઘટના ટાળી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ