ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / વન-ડેમાં 12,000 રન પૂરા કરી રોહિત શર્માએ રચ્યો નવો ઈતિહાસ, બન્યો વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન
Last Updated: 11:13 PM, 30 September 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના 'હિટમેન' રોહિત શર્માએ વેસ્ટઈન્ડીઝ સામે ગુવાહાટી ખાતે રમાયેલી વન-ડે મેચ દરમિયાન વન-ડે ક્રિકેટમાં પોતાના 12000 રન પૂરા કરીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ શાનદાર સિદ્ધિ મેળવવાની સાથે જ તેને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
ADVERTISEMENT
📸📸 Cometh the man, Cometh the Hitman 💪
— BCCI (@BCCI) September 30, 2026
Rohit Sharma, Take A Bow 🙇♂️
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/o1DFB0kenr
રોહિતે આ સીમા માત્ર 282મી ઇનિંગમાં હાંસલ કરી. આ સાથે તે વનડેમાં 12 હજાર રન સુધી પહોંચનારા વિશ્વના બીજા સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો. વિરાટ કોહલીએ આ કારનામોં 242 ઇનિંગમાં કર્યો હતો, જ્યારે સચિને 300 પારીમાં 12 હજાર રન પૂરા કર્યા હતા. રોહિતના હવે 290 મેચની 282 ઇનિંગમાં 12,028 રન થઈ ચૂક્યા છે. તે 12 હજાર વનડે રન બનાવનારા માત્ર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. તેની પહેલાં સચિન અને વિરાટ આ સીમા સુધી પહોંચી ચૂક્યો છે.
ADVERTISEMENT
Make that 3️⃣5️⃣ ODI HUNDREDS for Rohit Sharma 💯
— BCCI (@BCCI) September 30, 2026
An absolutely scintillating effort to power the chase 🙇♂️
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/MyrTT61yyG
12 હજાર રન પૂરા કર્યા બાદ રોહિત અહીં અટક્યો નહીં. તેને આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 72 બોલમાં પોતાની સદી પૂરી. આ તેમના વનડે કરિયરની 35 સદી હતી. જોકે શતક પૂરી કર્યા પછી તરત જ તેમની ઇનિંગ સમાપ્ત થઈ. જેડેન સીલ્સે તેમને LBW આઉટ કર્યો. રોહિતે 75 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેને કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ભારતને શાનદાર શરૂઆત આપી અને 38 બોલમાં ફિફટી પૂરી કરીને રનચેઝને સ્પીડ આપી.
ADVERTISEMENT
તિરુવનંતપુરમમાં રમાયેલા પહેલા વનડેમાં રોહિત માત્ર 32 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી ગુવાહાટીમાં તેમના બેટમાંથી એકદમ અલગ અંદાજ જોવા મળ્યો. 2026માં પણ રોહિતનું વનડે પ્રદર્શન ચર્ચામાં રહ્યું છે. આ મેચ પહેલાં તેને 10 વનડેમાં 41.10 ની એવરેજથી 411 રન બનાવ્યા હતા. ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલમાંથી સન્યાસ લીધા બાદ રોહિત હવે ફક્ત વનડે ક્રિકેટમાં એક્ટીવ છે અને 2027 વનડે વર્લ્ડ કપ પહેલાં તેમનું આ ફોર્મ ભારતીય ટીમ માટે મહત્ત્વનું છે.
ADVERTISEMENT
વન-ડેમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર બેટ્સમેન
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ