ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સોમવારથી શરૂ થનારી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી, હવે બેંકો રાબેતા મુજબ ખુલશે

National / સોમવારથી શરૂ થનારી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી, હવે બેંકો રાબેતા મુજબ ખુલશે

Published By: Nidhi Panchal

Last Updated: 06:49 AM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારથી સતત ત્રણ દિવસ બેંકિંગ સેવાઓ ખોરવાવાની શક્યતા વચ્ચે રવિવારે મોડી રાત્રે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. IBA અને UFBU વચ્ચેની બેઠક બાદ પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, જેથી સોમવારે બેંકો સામાન્ય રીતે ખુલશે.

ADVERTISEMENT

છેલ્લા કેટલાક દિવસથી બેંક ગ્રાહકોમાં એક જ સવાલ હતો કે સોમવારથી શું બેંકોના કામકાજ પર મોટી અસર પડશે? સતત ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળની જાહેરાતથી લાખો ગ્રાહકો ચિંતામાં હતા. પરંતુ રવિવારે મોડી રાત્રે આવેલા નિર્ણયથી હવે આ ચિંતા દૂર થઈ છે. પ્રસ્તાવિત ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે અને સોમવારે દેશભરની બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે બેઠક બાદ આ અંગે કરાર થયો હતો.

Bank-Job

UFBU દ્વારા સોમવારથી બુધવાર સુધી દેશવ્યાપી બેંક હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. હડતાળને કારણે જાહેર ક્ષેત્રની તમામ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોના કામકાજ પર અસર થવાની હતી. આ દરમિયાન ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ, રોકડ જમા કરાવવા જેવી સામાન્ય બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે તેવી શક્યતા હતી. એટલું જ નહીં, ડિજિટલ બેંકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓને લઈને પણ ગ્રાહકોમાં ચિંતા હતી.

UFBU વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી

જોકે, રવિવારે રાત્રે IBA અને UFBU વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. બેંક યુનિયન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, બંને પક્ષો રાત્રે 9:30 વાગ્યે મળ્યા હતા. બેઠકમાં વિવિધ માંગણીઓ અને બાકી રહેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. IBA તરફથી પાંચ દિવસના કાર્ય સપ્તાહ અથવા પાંચ દિવસના સપ્તાહ સહિતની માંગણીઓ અંગે ખાતરી મળ્યા બાદ બેંક યુનિયનોએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

તમામ શનિવારે બેંક રજા બનાવવાના મુદ્દે વિચારણા

બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે તમામ શનિવારે બેંક રજા બનાવવાના મુદ્દે વિચારણા કરવા માટે IBA અને UFBUની સંયુક્ત સમિતિની તાત્કાલિક રચના કરવામાં આવશે. આ સમિતિ તમામ વિકલ્પો પર વિચાર કરશે. સાથે જ આ નિર્ણયથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે વાતચીત કરવામાં આવશે અને તમામ પક્ષો, ખાસ કરીને બેંક ગ્રાહકો માટે વાજબી ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે.

અધિકારીઓ માટે PLI યોજનામાં ફેરફાર અંગે પણ IBA સાથે ચર્ચા

આ ઉપરાંત સ્કેલ IV અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે PLI યોજનામાં ફેરફાર અંગે પણ IBA સાથે ચર્ચા શરૂ કરવામાં આવશે. બેંક યુનિયનોની ચિંતાઓ સરકાર સમક્ષ રજૂ કરી શકાય તે માટે આ મુદ્દે આગળની ચર્ચા કરવામાં આવશે. આ સાથે 8 માર્ચ, 2024ના રોજ યોજાયેલી બેઠકની મિનિટ્સમાં ઉલ્લેખિત અન્ય બાકી મુદ્દાઓ પર પણ વહેલી તકે ઉકેલ લાવવા માટે ચર્ચા કરવામાં આવશે. આ કરારો અને ચર્ચાના પરિણામે UFBUએ હાલ પૂરતું પોતાનું પ્રસ્તાવિત વિરોધ અને હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. એટલે કે, સોમવારથી બુધવાર સુધી બેંકો બંધ રહેવાની જે સ્થિતિ ઊભી થઈ હતી, તે હવે ટળી ગઈ છે. બેંક ગ્રાહકો માટે આ નિર્ણય મોટી રાહત સમાન છે.

આ અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી લાખો બેંક ગ્રાહકોને ભારે મુશ્કેલી

જો હડતાળ યોજાઈ હોત તો આ અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી લાખો બેંક ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત. ચેક ક્લિયરન્સથી લઈને રોકડ વ્યવહાર સુધીની સેવાઓ પર અસર થવાની શક્યતા હતી. જોકે, હવે હડતાળ પાછી ખેંચી લેવામાં આવતા દેશભરની બેંક શાખાઓ સામાન્ય રીતે ખુલશે અને ચેક ક્લિયરન્સ, રોકડ વ્યવહારો સહિતની સેવાઓ સરળતાથી ચાલુ રહેશે.

આ પણ વાંચો : લવલી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં દુષ્કર્મ થતાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, વિદ્યાર્થીઓએ તોડફોડ કરી આગ લગાવી

ઉલ્લેખનીય છે કે હાલમાં તમામ સરકારી બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. તમામ શનિવારે બેંક રજા અંગેનો મુદ્દો હવે IBA અને UFBUની સંયુક્ત સમિતિમાં ચર્ચાશે. આ સમિતિ તમામ વિકલ્પો અને ગ્રાહકો સહિત અસરગ્રસ્ત તમામ પક્ષોની વાત ધ્યાનમાં લઈને આગળનો ઉકેલ શોધશે. એટલે હાલ માટે ગ્રાહકોને ત્રણ દિવસની બેંક હડતાળની ચિંતા કરવાની જરૂર નથી અને સોમવારથી બેંકિંગ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday Bank Strike IBA UFBU

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ