ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સોમવારે પડશે ધોધમાર વરસાદ, આ 20 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

Forecast / સોમવારે પડશે ધોધમાર વરસાદ, આ 20 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

Last Updated: 07:53 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 સપ્ટેમ્બરે દેશના 20 રાજ્યોમાં 75 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને મુશળધાર વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, યુપી અને બિહારમાં વરસાદથી તાપમાન ગગડશે પરંતુ પૂર અને જળબંબાકારની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

1/6

photoStories-logo

1. હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા ૨૮ સપ્ટેમ્બર માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. હવામાનમાં અચાનક આવેલા આ તીવ્ર ફેરફારને કારણે આગામી કલાકોમાં દેશના લગભગ 20 જેટલા રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે. વરસાદની સાથે અમુક વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ અને ભયાનક પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિલ્હી-એનસીઆરમાં તાપમાન ગગડશે

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેનાથી લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળશે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. યુપી અને બિહારમાં વધશે મુશ્કેલીઓ

ઉત્તર પ્રદેશ અને બિહારના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં પહેલાથી જ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા આ રાજ્યોમાં વધુ વરસાદથી નદીઓનું જળસ્તર વધુ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બીજા રાજ્યોની સ્થિતિ

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિતના બીજા રાજ્યોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 75 કિમીની ઝડપે પવન

હવામાન વિભાગના મતે માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનની ઝડપ પણ ચિંતાજનક રહેશે. 50 થી 75 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે કાચા મકાનો, વૃક્ષો, સાઈનબોર્ડ અને વીજળીના વાયરોને નુકસાન પહોંચી શકે છે. જેથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કેવું રેહશે તાપમાન?

28 સપ્ટેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા તાપમાનના અંકડા મુજબ, દિલ્હી અને લખનૌમાં મહત્તમ તાપમાન 29°C અને ન્યૂનતમ તાપમાન 23°C રહેશે. કોલકાતામાં મહત્તમ 34°C અને ન્યૂનતમ 27°C, પટનામાં મહત્તમ 32°C અને ન્યૂનતમ 24°C, જ્યારે રાંચીમાં મહત્તમ 29°C અને ન્યૂનતમ 21°C, ભોપાલ અને જયપુરમાં મહત્તમ તાપમાન 31°C રહેશે, જેમાં ન્યૂનતમ તાપમાન અનુક્રમે 21°C અને 22°C નોંધાશે. મુંબઈમાં મહત્તમ 32°C ન્યૂનતમ 26°C અને ચેન્નઈમાં મહત્તમ 33°C ન્યૂનતમ 28°C તાપમાન અનુભવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

flooding rainfall rain alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ