ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર 1472 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું
Last Updated: 07:15 PM, 27 September 2026
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. વર્ષ 2014 બાદ રેલવેમાં થયેલા બદલાવ બાબતે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસની સરકારને પણ આડે હાથે લીધી હતી અને રેલવેમાં ગુજરાતને ભૂતકાળમાં ખૂબ મોટું નુકસાન થયું હોવાની વાત પણ અમિત શાહે કરી હતી.
ADVERTISEMENT
સાબરમતી મંડળમાં નવી સુવિધાઓ શરૂ થઈ
અમિત શાહ નિવેદન આપ્યું હતું કે આજે સાબરમતી મંડળમાં નવી સુવિધાઓ શરૂ થઈ છે. મુસાફરો અને પર્યાવરણને લઈને સુવિધાઓ છે. અમિત શાહે પોતાના ભૂતકાળ યાદ કરતા નિવેદન આપ્યું હતું કે હું દિલ્હી થી સાબરમતી રેલવે સ્ટેશન પર અનેક વખત ઉતર્યો છું, મેં ઘણા સમય પછી સાબરમતી રેલવે સ્ટેશન જોયું, પહેલા રીક્ષા લેવા માટે અહીંયા થી ૨ કિલોમીટર ચાલવું પડતું હતું પણ હવે તો અહીંયા થી મેટ્રો, ST સ્ટેડન અને બુલેટ ત્રણ સુધી જઈ શકશે. જ્યારે આજે ૧૪૭૨ કરોડ નું લોકાર્પણ થયું છે એ આવનારા દિવસમાં મુસાફરો માટે ખૂબ સારી સુવિધાઓ હશે જેથી હું રેલવે અને રેલવે મંત્રી અશ્વિનીકુમાર ને અભિનદન આપું છુ, જ્યારે વર્ષ ૨૦૧૪ માં પીએમ મોદી આવ્યા ત્યારથી અનેક પ્રકાર ની સુવિધાઓ રેલવેમાં લાવ્યા, રેલવેને આધુનિક કાર્યો કરવામાં આવ્યા છે, જ્યારે દેશમાં માલ ના આહવા જવાન માટે ટ્રેક ઓછા છે. પણ આ ક્ષમતા ડબલ કરવામાં આવશે,૨૦૪૦ સુધી થઈ જશે.
ADVERTISEMENT
આવનારા દિવસોમાં 11,000 કિલોમીટર રૂટ 4 લેનમાં કન્વર્ટ થશે, કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે નિવેદન આપ્યું હતું કે ૨૦૧૪ પહેલા એક જ પરિવારનું રાજ હતું પણ હવે સરકાર જનતા ની છે, 97 ટકા બાયો ટોયલેટ 2014 પછી બન્યા છે, રેલવેનું વિદ્યુતકરણ ૭૦ ટકા મોદીના શાસનમાં થયું અને રેલવેની આવકમાં ૬૭ ટકા વધારો થયો. જ્યારે ૨૦૧૪ માં ૧૫૨૯૩ કરોડ લિટર ડીઝલ રેલવે ઉપયોગ થતું હતું જેની સામે ૨૦૨૪-૨૦૨૫ માં ૧૦૮ કરોડ ડીઝલ ઉપયોગ થયો પણ વર્ષ ૨૦૪૦ સુધી સંપૂર્ણ બંધ થઈ જશે.
ADVERTISEMENT
રેલવેનું 99.6 ટકા રેલવેનું વિદ્યુતીકરણ
આજની તારીખમાં 99.6 ટકા રેલવેનું વિદ્યુત વિતરણ થઈ ગયું છે, ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે રેલવે બાબતે નિવેદન આપ્યું હતું કે. 2014માં ફક્ત 500 કરોડ રૂપિયાનો જ ગુજરાતમાં રેલવે બજેટ હતું. આજે 17000 કરોડ રૂપિયાનું બજેટ રેલવેનું ફક્ત ગુજરાતને મળી રહ્યું છે આમ ગુજરાત ને નુકશાન થતું હતું જ્યારે હવે રેલવે થકી વર્ષ ૨૦૪૭ વિકસિત ભારત માટે ખૂબ ઉપયોગી બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT