ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ‘રામાયણ’ના નવા પોસ્ટર્સમાં રણબીર કપૂર બન્યા રામ તો યશ દેખાયા રાવણના રૌદ્ર રૂપમાં

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ‘રામાયણ’ના નવા પોસ્ટર્સમાં રણબીર કપૂર બન્યા રામ તો યશ દેખાયા રાવણના રૌદ્ર રૂપમાં

Last Updated: 02:54 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુંબઈમાં યોજાયેલા એક વિશેષ ઈવેન્ટમાં બોલિવૂડની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'ના નવોદિત પોસ્ટર્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

1/6

photoStories-logo

1. ‘રામાયણ’ના નવા પોસ્ટર્સમાં રણબીર કપૂર બન્યા રામ તો યશ દેખાયા રાવણના રૌદ્ર રૂપમાં

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુચર્ચિત અને ભવ્ય ફિલ્મ 'રામાયણ'ને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શનિવારે મુંબઈમાં યોજાયેલા એક ખાસ પ્રોમોશનલ ઈવેન્ટમાં વિશ્વના પ્રખ્યાત યુટ્યુબર 'મિસ્ટર બીસ્ટ' (MrBeast) ની ખાસ હાજરી વચ્ચે ફિલ્મના માર્કેટિંગ કેમ્પેઈનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. આ ઈવેન્ટ દરમિયાન મેકર્સે ફિલ્મ સાથે જોડાયેલા અદ્ભુત અને રોમાંચક નવા પોસ્ટર્સ રિલીઝ કર્યા છે, જેમાં પાત્રોના લૂકની નાની-નાની ડિટેલ્સ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાની ઝલક જોવા મળી

ફિલ્મના રિલીઝ કરાયેલા પ્રથમ પોસ્ટરમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાની ઝલક જોવા મળે છે, જેમાં રણબીર કપૂર, રવિ દુબે અને સાઈ પલ્લવીનો શાંત તેમજ મનોહર લૂક દેખાઈ રહ્યો છે. જ્યારે બીજા પોસ્ટરમાં ફિલ્મના 'વિલન' એટલે કે રાવણના ભૂમિકામાં સાઉથના રોકિંગ સ્ટાર યશનો અત્યંત ભવ્ય અને રૌદ્ર અવતાર સામે આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. યશના રાવણ લૂકમાં શિવભક્તિની ખાસ ડિટેલિંગ

પોસ્ટરમાં યશનો રાક્ષસી અને શાહી અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના પહેરવેશ અને સોનાના મિશ્રણ વાળા મુગટથી લઈને વસ્ત્રો સુધી દરેક વસ્તુમાં અદ્ભુત ચમક દેખાય છે. ખાસ વાત એ છે કે યશે કમર પર જે કમરબંધ બાંધ્યો છે, તેમાં નીચેની તરફ ભગવાન શિવનું ત્રિશૂળ કોતરાયેલું જોવા મળે છે. રાવણ પરમ શિવભક્ત હતો, તેને દર્શાવતી આ નાની પણ મહત્ત્વની ડિટેલિંગ ફેન્સનું દિલ જીતી રહી છે. આ ઉપરાંત તેના મુગટ પર પણ રાક્ષસી શીંગડાંની ડિઝાઈન બનાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રણબીરના રામ અવતાર સાથે તિરંગાની થીમ

બીજી તરફ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબેવાળા પોસ્ટરના બેકગ્રાઉન્ડ પર નજર કરીએ તો તેમાં ભારતીય રાષ્ટ્રધ્વજ (તિરંગા) ની સુંદર કલ્પના જોવા મળે છે. ઉપર કેસરી આકાશ, વચ્ચે હળવી સફેદી અને નીચે લીલાછમ ઝાડ-પાન આ પોસ્ટરને એક અલગ જ દિવ્ય અને દેશભક્તિપૂર્ણ લૂક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મલ્ટીસ્ટારર કાસ્ટ અને રિલીઝ ડેટ

નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને રવિ દુબે ઉપરાંત સની દેઓલ, અરૂણ ગોવિલ, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય, લારા દત્તા અને કાજલ અગ્રવાલ જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બીજો ભાગ આવતા વર્ષે દિવાળીએ રિલીઝ થશે

આ ભવ્ય સિનેમેટિક અનુભવને બે ભાગમાં રજૂ કરવામાં આવશે. જેનો પહેલો ભાગ (Part 1) આ વર્ષે દિવાળીના શુભ અવસરે 8 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળીએ પ્રદર્શિત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yash Ramayana RanbirKapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ