ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ફ્રિજની ઉપર પાણીની બોટલ સહિત આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખો, વાસ્તુ મુજબ ધન-સમૃદ્ધિ પર પડી શકે અસર
7 ફોટો ગેલેરી
Last Updated: 01:05 PM, 27 September 2026
1/7
આજના આધુનિક યુગમાં ફ્રિજ એ દરેક ઘરનું અનિવાર્ય અંગ બની ગયું છે. સામાન્ય રીતે ઘણા લોકો જગ્યા બચાવવાના ચક્કરમાં ફ્રિજની ઉપરની ખાલી જગ્યાનો ઉપયોગ અનાવશ્યક વસ્તુઓ મૂકવા માટે કરતા હોય છે. લોકો ઘણીવાર ફ્રિજ ઉપર પાણીની બોટલ, દવાઓ, જૂના કાગળો કે શણગારનો સામાન મૂકી દે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ફ્રિજ પર રાખવામાં આવતી અમુક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવી શકે છે અને તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિ પર માઠી અસર પડી શકે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે ફ્રિજની ઉપરની જગ્યાને સાફ-સુથરી અને ખાલી રાખવી ઉત્તમ ગણાય છે. ફ્રિજ પર કઈ 5 વસ્તુઓ ન રાખવી જોઈએ અને તેના વ્યવહારિક કારણો શું છે..
2/7
ઘણા લોકો ફ્રિજની ઉપર પાણીની બોટલ કે જગ મૂકી દેતા હોય છે. વાસ્તુ મુજબ ફ્રિજ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોવાથી તે અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પાણી એ જળ તત્વ છે. અગ્નિ અને જળ તત્વનો આ સામસામે વિરોધ ઘરમાં માનસિક તણાવ વધારી શકે છે. વ્યવહારિક દ્રષ્ટિએ પણ ફ્રિજ પર પાણી ઢોળાવાથી ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે ભેજનું જોખમ રહે છે.
ADVERTISEMENT
3/7
ઘરમાં વારંવાર ઉપયોગમાં લેવાતી કે રોજિંદી દવાઓ લોકો ફ્રિજની ઉપર મૂકી દે છે. વાસ્તુ અનુસાર આ આદત ઘરમાં બીમારીઓ અને મેડિકલ ખર્ચમાં વધારો નોતરે છે. તદુપરાંત, દવાઓને તેના પેકિંગ પર દર્શાવેલ તાપમાન મુજબ જ સ્ટોર કરવી જોઈએ, દરેક દવાને ફ્રિજ પર કે ઊંચા તાપમાને રાખવી યોગ્ય નથી.
4/7
લાઇટ બિલ, જૂની રસીદો, ફાટેલી ડાયરીઓ કે બિનઉપયોગી કાગળોનો ઢગલો ફ્રિજ પર કરવો સામાન્ય બાબત છે. વાસ્તુશાસ્ત્રમાં આવા નકામા કાગળોને નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે, જે નાણાકીય પ્રગતિને રોકે છે. તેથી બિનજરૂરી કાગળોનો તુરંત નિકાલ કરવો અને મહત્વના દસ્તાવેજો યોગ્ય જગ્યાએ સાચવવા.
ADVERTISEMENT
5/7
ફ્રિજ પર માઇક્રોવેવ, એર ફ્રાયર કે અન્ય ભારે સામાન મૂકવાથી વાસ્તુ દોષ થાય છે, જેનાથી માનસિક દબાણ અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. આ સિવાય વ્યવહારિક રીતે ફ્રિજના વેન્ટિલેશન માટે ઉપરની જગ્યા ખુલ્લી હોવી જરૂરી છે. ભારે સામાન મૂકવાથી ફ્રિજની કાર્યક્ષમતા ઘટી શકે છે.
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ