ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / સીએમના માર્મિક વાક્યોની રીલ વાઈરલ, તો જામનગરમાં વીડિયો વાઈરલ થવાનો ટ્રેન્ડ, ગુજરાતમાં રાજકારણ ગરમાયું!
Last Updated: 09:00 AM, 27 September 2026
ADVERTISEMENT
ભાજપમાં બધું બરાબર નથી!?
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં હવે ચૂંટણીનો વાયરો વર્તાઈ રહ્યો છે, અને એની વચ્ચે પક્ષના સંગઠનમાં બધું બરાબર ન હોવાની પણ ચર્ચા છે. પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાં સહસંગઠન મહામંત્રી તરીકે બે નેતાઓને જવાબદારી અપાઈ છે. પક્ષમાં યુવા નેતાઓના વધતા મહત્વ વચ્ચે મૂળ કર્ણાટકના અને સંઘ માટે કામ કરી ચૂકેલા અરુણ બિન્નાડીને સહસંગઠન મહામંત્રી બનાવાયા છે. તેમને ખાસ કરીને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ છે. દેશમાં પહેલીવાર એક રાજ્યમાં બે સહસંગઠન મહામંત્રીની નિમણૂક પક્ષમાં બધું સમુંસૂતરું ન હોવાનો ઈશારો કરી રહી છે. છેલ્લી કેટલીક સહકારી સંઘની ચૂંટણીના પરિણામો તો તમને ખબર જ છે. કોને ખબર હજી વિધાનસભાની ચૂંટણી આવતા આવતા શું શું થશે!
યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ!
ADVERTISEMENT
લાંબા સમય પછી એવું તયું કે ભાજપે ત્રણ જિલ્લા પ્રમુખોને મિડ ટર્મમાં બદલવા પડ્યા. થોડા સમય પહેલા નર્મદા, ભરૂચ સહિત ત્રણ જિલ્લાના પક્ષ પ્રમુખને બદલીને નવા નેતાઓની વરણી કરાઈ. થોડા સમય પહેલા નર્મદા ના એક કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ડો દર્શના દેશમુખ કાર્યક્રમ છોડી ધરણાં પર બેસી ગયા હતાં જેમાં સાંસદ મનસુખ વસાવાએ સમર્થન આપ્યું હતું. જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે તેમણે વિરોધ દર્શાવ્યો હતો. નેતાઓ વચ્ચે થયેલો આ વિવાદ ગાંધીનગર સુધી પોહોંચ્યો હતો જેમાં પ્રદેશ પ્રમુખ સુધી બેઠકો થઈ હતી. લાંબી ફરિયાદો અને ચર્ચાઓ બાદ ત્રણ જિલ્લા પ્રમુખોને બદલવાની ભાજપને ફરજ પડી છે. શિસ્ત માટે જાણીતા પક્ષમાં આંતરિક વિવાદનું બી હવે ઉગીને છોડ બની રહ્યું હોય એવું લાગે છે, કોંગ્રેસની જેમ ભાજપેય પોતાના આંતરિક મતભેદ ટાળવા માટે મથી રહ્યો છે. તોય, મોવડીમંડળની તો સબસલામતની ખાતરી છે, હવે સમય વર્તે સાવધાન!
"... કંટ્રોલ આપણા હાથમાં નથી!"
ADVERTISEMENT
હમણાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનની રીલ્સ ઘણી વાઈરલ થાય છે, કારણ કે સીએમ સાહેબ પોતાના સંબંધોમાં એવી નાની નાની બાબતો આવરી લે છે, જેમાં મર્મ પણ હોય છે અને હાસ્ય પણ હોય છે. છેલ્લા બે કાર્યક્રમમાં આવું જોવા મળ્યું. એક કાર્યક્રમમાં સીએમે કહ્યું કે,"બહુ ફોટા પડાવવા સારા નહી." સોશિયલ મીડિયા પર અનેક નેતાઓ ખૂબ પોપ્યુલર છે જેમાં તેમના પક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે સીએમે આ વાત કોના મર્મમાં કહી એ તો હવે તમારે તમારી રીતે નક્કી કરવું પડે! પણ હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ વાત ઘણું કહી જાય છે. તો બીજા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું,"માઈક નું કંટ્રોલ આપણા હાથમાં નથી. માઈક નું કંટ્રોલ આપડા હાથ માં ન હોય તો બીજું શું કરી શકાય." મુખ્યમંત્રીના આવા નિવેદvથી ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા હતા પણ આ માત્ર સહજ વાત હતી કે કોઈને ઈશારો તે ચર્ચાનો વિષય છે. વાત માઈકના કંટ્રોલની હતી કે બીજા કોઈ કંટ્રોલની એ તો આપણને કેવી રીતે ખબર પડે!
ડે. સીએમની બાઈક રાઈડ
ADVERTISEMENT
જંતર મંતરના આંદોલન પછી આખા દેશમાં ભાજપે પોતાની સોશિયલ મીડિયા રણનીતિ અને ઓન ગ્રાઉન્ડ રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. પક્ષના દરેક નેતાઓ જેન ઝી અને યુવાનોમાં લોકપ્રિય થવા પર ભાર મૂકી રહ્યા છે. આપણા ડે. સીએમ હર્ષ સંઘવી પણ જુદી જુદી જગ્યાએ જેન ઝી સાથે સંવાદ કરતા, કાર્યક્રમ એન્જોય કરતા જોવા મળે છે. આ વખતે તો તેમણે પક્ષના યુવા મોરચાના નેતાઓ સાથે સાથે બાઈક રાઈડ કરી. પીએમ મોદીના જન્મ દિવસના કાર્યક્રમ અંતર્ગત તેમણે 200 કિમીથી વધુ બાઈક રાઈડ કરી અને સાથે બે સ્થળો પર સેવા કેમ્પ માં પણ જોવા મળ્યા હતા. તો, ભાથીજી મહારાજના મંદિરમાં રંગરોગાન કરવા તાત્કાલિક સામાન મંગાવી જાતે જ કલર કરતા જોવા મળ્યા હતા. જમીન સાથે સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા પાછળ હર્ષભાઈનું શું ગણિત છે, એ તો એમને જ ખબર!
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં આવશે મોટી બદલીઓ, ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કલહ, જેન ઝી જ બનશે ભાજપની તારણહાર?
ADVERTISEMENT
જામનગરના 3 અગ્રણી મહિલાઓા વીડિયો વાઈરલ!
જામનગરના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો તાજેતરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. રીવાબાના વિડીયો બાદ સાંસદ પૂનમ માડમના વિડીયો પણ વાઈરલ થયા. હવે જો યાદશક્તિ સારી હશે તો તમને ખબર જ હશે કે એક સમયે રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમનો જાહેર માં બોલાચાલી થઈ હતી! જો કે એના પછી તો ઘીના ઠામમાં ઘી પડી ગયું, પણ હવે વારાફરથી બંને નેતાઓના વીડિયો વાઈરલ થતા પક્ષમાં ફરી ચર્ચાના ચકડોળ શરૂ થયા છે. કે શું બંને નેતાઓ એકબીજાને કોણ વધારે ફેમસ છે કે કોણ વધારે હોલ્ડ ધરાવે છે, એ સાબિત કરવા માગે છે? કે પછી આ માત્ર સંયોગ હતો. આ બધાની વચ્ચે એક ત્રીજો વીડિયો પણ વાઈરલ છે, જેમાં જામનગરના જ અગ્રણી મહિલા દેખાઈ રહ્યા છે. જામનગરના યુવા જિલ્લા વિકાસ અધિકારી નીશા ચૌધરી ટ્રાફિકના નિયમો સંદર્ભે થયેલી બાઈક રેલીમાં જાતે બાઈક ચલાવતા જોવા મળ્યા, જેનો પણ વીડિયો જોરદાર વાઈરલ થયો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.