ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં મોબાઈલ ચાર્જિંગ, AC, લાઇટ અને પંખા ચાલે છે તો વીજળી ક્યાંથી મળે છે? શું ટ્રેનમાં પણ હોય છે મોટી બેટરી?
Last Updated: 03:52 PM, 24 September 2026
ADVERTISEMENT
ટ્રેનના એસી (AC) કોચમાં મુસાફરી કરતી વખતે, આપણે ઘરે હોય તેવી જ એર-કન્ડીશનીંગની સુવિધાઓનો આનંદ માણીએ છીએ. બર્થની બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ હોય છે અને સમગ્ર મુસાફરી દરમિયાન લાઈટો ચાલુ રહે છે; ટ્રેન ઊભી રહે તો પણ વીજળીનો પુરવઠો બંધ થતો નથી. જો સામાન્ય કોચ જેમ કે જનરલ અથવા સ્લીપર કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવામાં આવે, તો પણ પંખા, લાઈટો અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.
ADVERTISEMENT
આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું સતત વીજળી પૂરી પાડવા માટે ટ્રેનના દરેક ડબ્બામાં મોટી બેટરીઓ લગાવવામાં આવે છે, કે પછી આધુનિક ઇલેક્ટ્રિક ટ્રેનો સીધી ગ્રીડમાંથી વીજળી મેળવે છે? સામાન્ય વ્યક્તિ માટે ટ્રેનની સમગ્ર વીજળી પ્રણાલીને સમજવી મુશ્કેલ હોઈ શકે છે. આવો જોઈએ કે ટ્રેનોમાં વીજળી પૂરી પાડવાની સપ્લાઇ વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે.
મોટી ટ્રેનો ચલાવતા એક લોકો પાઇલટે આ પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળ રીતે સમજાવ્યા. તેમણે જણાવ્યું કે ટ્રેનમાં લાઇટ, પંખા અને મોબાઇલ ચાર્જિંગ માટેનો વીજળીનો પુરવઠો ઓવરહેડ વાયરો, જનરેટર કાર અને કોચની નીચે લગાવેલી બેટરીઓમાંથી મળે છે. જોકે, આ બધું ટ્રેનના પ્રકાર પર આધારિત હોય છે ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જિન તેમજ વિવિધ પ્રકારના કોચ વચ્ચે વીજળી પુરવઠાની પ્રણાલીઓ અલગ-અલગ હોય છે.
ADVERTISEMENT

ઇલેક્ટ્રિક ટ્રેનો- આજકાલ મોટાભાગની ટ્રેનો ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરીને ચાલે છે. એન્જિન સાથે જોડાયેલી ઓવરહેડ વાયર સિસ્ટમ (OHE) દ્વારા સમગ્ર ટ્રેનને વીજળી પૂરી પાડવામાં આવે છે. પાવર ગ્રીડ મારફતે AC કરંટ રેલવે સબસ્ટેશન સુધી પહોંચે છે; ત્યાંથી, પાટાની ઉપર પસાર થતા હાઈ-ટેન્શન વાયરો દ્વારા વીજળીનો પ્રવાહ વહે છે.
ADVERTISEMENT
ટ્રેનના એન્જિનની છત પર 'પેન્ટોગ્રાફ' નામનું ધાતુનું ઉપકરણ લગાવેલું હોય છે. તે ઉપરથી પસાર થતી વીજળીની લાઈનો સાથે સંપર્ક સાધીને વીજપ્રવાહ મેળવે છે અને તેને સીધો એન્જિન સુધી પહોંચાડે છે. એન્જિનમાં 'હોટેલ લોડ સિસ્ટમ'ની સુવિધા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધુનિક ટ્રેનોમાં એન્જિન દ્વારા આ ઉચ્ચ-વોલ્ટેજ વીજળીના વોલ્ટેજ ઘટાડવામાં આવે છે અને તેને સીધા કોચ સુધી પહોંચાડવામાં આવે છે, જેનાથી લાઈટ્સ, એર કન્ડીશનીંગ અને ચાર્જિંગ પોઈન્ટ્સ કાર્યરત થાય છે.
ડીઝલ ટ્રેનો- ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનોમાં, મુખ્ય એન્જિન બંધ હોય ત્યારે પણ EOG એટલે કે એન્ડ-ઓન-જનરેશન સિસ્ટમ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો: જ્યાં ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનોની સુવિધા નથી હોતી તેવા રૂટ પર ટ્રેનો ડીઝલ એન્જિનની મદદથી ચાલે છે. આવી ટ્રેનોમાં બંને છેડે ખાસ ડીઝલ જનરેટર કાર જેને 'પાવર કાર' તરીકે ઓળખવામાં આવે છે, જોડવામાં આવે છે. આ જનરેટર્સ ટ્રેનના તમામ કોચમાં લાઈટ, પંખા અને એર કન્ડીશનીંગ ચલાવવા માટે જરૂરી વીજળી સપ્લાઇ આપે છે.
ADVERTISEMENT
જૂની ટ્રેનોની એક્સલ અને બેટરી સિસ્ટમ- જૂના અથવા પરંપરાગત કોચમાં, ફરતા પૈડાં સાથે એક અલ્ટરનેટર જોડાયેલું હોય છે, જે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. આનાથી ટ્રેન ગતિમાં હોય ત્યારે સતત વીજળીનો પુરવઠો મળી રહે છે. ઉત્પન્ન થયેલી વીજળી કોચની નીચે લગાવવામાં આવેલા બેટરી બેંકમાં સંગ્રહિત કરવામાં આવે છે. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર સ્થિર હોય અથવા એન્જિન બંધ હોય, ત્યારે આ બેટરીઓ લાઇટ અને પંખાને વીજળી પૂરી પાડે છે. આ બેટરીઓનો ઉપયોગ ટ્રેનનું એન્જિન ચાલુ કરવા માટે પણ થાય છે.
આ પણ વાંચોઃ Elon Muskના Xનું નવું ‘X Numbers’ ફીચર લોન્ચ, ફોન નંબર શેર કર્યા વગર ચેટ કે કોલ કરી શકશો
ADVERTISEMENT
હવે સમયમાં આવી ગયો હશે કે વંદે ભારત અને રાજધાની એક્સપ્રેસથી લઈને લોકલ ટ્રેનો સુધી વીજળી કેવી રીતે પહોંચાડવામાં આવે છે અને ટ્રેન સ્થિર હોય કે ગતિમાં, પંખા, એર કન્ડીશનીંગ અને ચાર્જિંગ પોઈન્ટ્સ કેવી રીતે સતત ચાલુ રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ