ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતની ધમાકેદાર કમાલ, ક્રિકેટમાં ગોલ્ડ તો બેડમિન્ટન, હોકી, વુશુ અને બોક્સિંગમાં પણ શાનદાર પ્રદર્શન

સ્પોર્ટ્સ / એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતની ધમાકેદાર કમાલ, ક્રિકેટમાં ગોલ્ડ તો બેડમિન્ટન, હોકી, વુશુ અને બોક્સિંગમાં પણ શાનદાર પ્રદર્શન

Published By: Pravin Joshi

Last Updated: 10:08 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સ 2026 ના ત્રીજા દિવસે ભારતીય રમતવીરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશને મોટી સફળતાઓ અપાવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને 147 રનથી કચડીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

ADVERTISEMENT

મહિલા ક્રિકેટ ટીમની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને 147 રનની વિશાળ સરસાઇથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 216/3 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સ્મૃતિ મંધાના (79 રન) અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન પૂરા કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. અંતમાં રિચા ઘોષે માત્ર 22 બોલમાં અણનમ 49 રન ફટકારી ભારતને 200 રનને પાર પહોંચાડ્યું હતું. 217 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 અને શેફાલી વર્માએ 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતે 2023નો પોતાનો ગોલ્ડ મેડલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો છે.

બેડમિન્ટન: લક્ષ્ય સેનનું યાદગાર કમબેક, પુરૂષ ટીમનો મેડલ પાક્કો

પુરૂષ બેડમિન્ટન ટીમની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે યજમાન જાપાનને 3-0થી હરાવીને મેડલ પાક્કો કરી લીધો છે. મેચના હીરો લક્ષ્ય સેન રહ્યા, જેમણે વર્લ્ડ નંબર-7 કોડાઈ નારાઓકા સામે નિર્ણાયક ગેમમાં 14-19થી પાછળ રહ્યા બાદ સતત 7 પોઈન્ટ જીતીને 11-21, 21-5, 21-19થી મેચ પોતાના નામે કરી હતી. ત્યારબાદ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ હોકી તાકુરો-કુબોયાશી યુગોની જોડીને 21-18, 24-22થી માત આપી હતી. અંતમાં આયુષ શેટ્ટીએ કોકી વતાનાબેને 21-10, 21-19થી હરાવી ભારતીય ટીમને 3-0થી સરસાઈ અપાવી હતી. જોકે, મહિલા બેડમિન્ટન ટીમને જાપાન સામે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

હોકી: ગોલનો વરસાદ, શ્રીલંકા 16-1થી પરાસ્ત

ભારતીય પુરૂષ હોકી ટીમે પણ પોતાનું આક્રમક પ્રદર્શન જાળવી રાખતા શ્રીલંકાને 16-1થી ભયાનક હાર આપી હતી. જુગરાજ સિંહે 4 ગોલ કર્યા હતા, જ્યારે અભિષેક અને દિલપ્રીત સિંહે હેટ્રિક નોંધી હતી. ભારતની હવે પછીની મેચ દક્ષિણ કોરિયા સામે રમાશે.

વુશુ અને બોક્સિંગમાં પણ ભારતનો દબદબો

વુશુ: 60 kg સાંડા સ્પર્ધામાં રોશિબિના દેવીએ મકાઉની ચુ મેન સિનને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે એશિયન ગેમ્સમાં તેમનો આ સતત 3જો મેડલ પાક્કો થયો છે.

બોક્સિંગ: મહિલાઓના 51 kg વર્ગમાં સાક્ષી ચૌધરીએ પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ આઇરા વિલેગાસને 5-0થી માત આપી હતી. જ્યારે પુરૂષોમાં જદુમાની સિંહે નેપાળના ચંદ્ર બહાદુર થાપાને 5-0થી હરાવ્યો હતો.

આ પણ વાંચોઃ બિહારમાં છેડતી તો દિલ્હીમાં 17 વર્ષીય સગીરા સાથે 3 નરાધમોની હેવાનિયત, 1નું એન્કાઉન્ટર

અન્ય રમતોના અપડેટ્સ

જિમ્નાસ્ટિક્સ: પ્રણતિ નાયકે મહિલા વોલ્ટ ફાઇનલ માટે 7મા સ્થાને રહીને ક્વોલિફાય કર્યું છે.

કબડ્ડી: ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે ગ્રુપ Aમાં દક્ષિણ કોરિયાને 63-31થી મજબૂત માત આપી હતી.

શૂટિંગ અને ટેબલ ટેનિસ: શૂટિંગમાં એલાવેનિલ વલારિવન અને પાર્થ માનેની જોડી 10m એર રાઇફલ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં 4થા ક્રમે રહી હતી. ટેબલ ટેનિસમાં મહિલા ટીમે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયા સામે 0-3થી હાર મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LakshyaSen AsianGames2026 GoldMedal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ