ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓગસ્ટમાં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાત દેશભરમાં નંબર-1
Last Updated: 05:05 PM, 22 September 2026
ADVERTISEMENT
ઓગસ્ટમાં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના આંકડા મુજબ, ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ૨.૩ લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા. ખાસ વાત એ છે કે ગુજરાતના પાંચ જિલ્લા રાષ્ટ્રીય ટોપ-૧૦માં અને કુલ ૧૦ જિલ્લા ટોપ-૨૦માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
ADVERTISEMENT
વૃદ્ધિ માત્ર અમદાવાદ જેવા મોટા શહેરો પૂરતી સીમિત નહીં
આ વૃદ્ધિ માત્ર અમદાવાદ જેવા મોટા શહેરો પૂરતી સીમિત રહી નથી. અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ રાષ્ટ્રીય સ્તરે ટોપ-૧૦ જિલ્લાઓમાં સ્થાન પામ્યા છે. જ્યારે મહેસાણા, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-૨૦માં સામેલ થયા છે. એનએસઈના અહેવાલમાં જણાવાયું છે કે જિલ્લા સ્તરે ગુજરાતનું પ્રભુત્વ રાજ્યના સ્તરે જોવા મળેલા મજબૂત પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. નવા રોકાણકારોની નોંધણીમાં થયેલો વધારો માત્ર રાજ્યના સૌથી મોટા શહેરી કેન્દ્ર સુધી મર્યાદિત ન રહીને અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો છે. એસોસીએશન ઓફ નેશનલ એક્સચેન્જિસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI)ના ડિરેક્ટર વૈભવ શાહના જણાવ્યા મુજબ, એક જ રાજ્યના ૧૦ જિલ્લાઓનું દેશના ટોપ-૨૦માં સ્થાન મેળવવું સંભવતઃ પ્રથમ વખત બન્યું છે. આ આંકડા ગુજરાતમાં શેરબજારમાં રોકાણની પહેલેથી રહેલી ભાગીદારી દર્શાવે છે અને ચાલી રહેલી આઈપીઓની લહેર નાનાં શહેરો અને જિલ્લાઓમાંથી પ્રથમ વખત રોકાણ કરનારા લોકોને પણ આકર્ષી રહી હોવાનું સૂચવે છે
ADVERTISEMENT
જિલ્લાવાર નોંધણીમાં અમદાવાદ રાજ્યમાં સૌથી આગળ
જિલ્લા સ્તરે દિલ્હી-એનસીઆર સૌથી વધુ નવા રોકાણકારોની નોંધણી સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું. અહીં ૭૫,૮૦૦ નવા રોકાણકાર નોંધાયા હતા. ત્યાર બાદ મુંબઈમાં ૫૩,૩૦૦ અને અમદાવાદમાં ૩૫,૪૦૦ નવા રોકાણકાર નોંધાયા હતા. સુરત ૩૦,૨૦૦ નવા રોકાણકારો સાથે ચોથા સ્થાને રહ્યું હતું, જ્યારે ભાવનગરમાં ૨૬,૮૦૦ નવા રોકાણકાર ઉમેરાયા હતા. બેંગલુરુમાં ૧૯,૫૦૦, રાજકોટમાં ૧૮,૮૦૦ અને જયપુરમાં ૧૮,૭૦૦ નવા રોકાણકાર નોંધાયા હતા. ટોચના પાંચ જિલ્લાઓ મળીને ઓગસ્ટમાં થયેલી કુલ નવી નોંધણીના આશરે ૧૧.૫ ટકા હિસ્સા માટે જવાબદાર રહ્યા હતા. ગુજરાતે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ રાષ્ટ્રીય ટોપ-૧૦માં ચાર જિલ્લા સ્થાન મેળવ્યા હતા. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર આ યાદીમાં સામેલ હતા.
ADVERTISEMENT
નવા રોકાણકારો ઉમેરવામાં ઉત્તરપ્રદેશને પાછળ છોડ્યું
રાજ્ય સ્તરે ઓગસ્ટ, ૨૦૨૬માં ગુજરાતે ઉત્તરપ્રદેશને પાછળ છોડીને નવા રોકાણકારોની નોંધણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગુજરાતમાં ૨.૩ લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા, જે દેશભરમાં મહિને ઉમેરાયેલા નવા રોકાણકારોના ૧૪.૬ ટકા છે. ઉત્તરપ્રદેશમાં ૨.૦ લાખ નવા રોકાણકારો ઉમેરાયા, જે ૧૨.૯ ટકા હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્રમાં ૧.૬ લાખ (૧૦.૨ ટકા), રાજસ્થાનમાં ૧.૧ લાખ (૭.૧ ટકા) અને તામિલનાડુમાં ૦.૯ લાખ (૫.૭ ટકા) નવા રોકાણકારો ઉમેરાયા. આ ટોચનાં પાંચ રાજ્યો મળીને ઓગસ્ટમાં દેશભરમાં થયેલી નવી નોંધણીના ૫૦.૫ ટકા જેટલા થાય છે.
ADVERTISEMENT
ગુજરાતનું રોકાણકાર નેટવર્ક હવે નાનાં શહેરોમાં પણ આગળ વધ્યું
આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં શેરબજારમાં રોકાણનો વ્યાપ હવે માત્ર મોટા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો નથી. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા પરંપરાગત આર્થિક કેન્દ્રોની સાથે ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર જેવા જિલ્લાઓમાંથી પણ નવા રોકાણકારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.