ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લેવલ 8ના કર્મચારીઓને મળી શકે છે ₹ 18 લાખનું એરિયર, સમજો ગણિત

નેશનલ / લેવલ 8ના કર્મચારીઓને મળી શકે છે ₹ 18 લાખનું એરિયર, સમજો ગણિત

Published By: Jinal Chauhan

Last Updated: 02:30 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગારપંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કામના સમાચાર સામે આવ્યા છે. નવા પગારપંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર અને રિપોર્ટ લાગુ થવામાં થનારા વિલંબના આધારે કર્મચારીઓને મોટું એરિયર મળી શકે છે.

ADVERTISEMENT

જો 8મા પગારપંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય અને 18 મહિનાના સમયગાળાનું એરિયર ગણવામાં આવે તો લેવલ 8ના કર્મચારીઓને અંદાજે ₹17.93 લાખ મળી શકે છે. જોકે, આ ગણતરી સંભવિત છે. સરકારે હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર કે એરિયરની સત્તાવાર જાહેરાત કરી નથી.

8મો પગારપંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ગણતરી

8મો પગારપંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ગણતરી કરવામાં આવી રહી છે. જોકે, કર્મચારીઓને એરિયરની ચૂકવણી ક્યારે અને કેટલી મળશે તે પગારપંચની ભલામણો અને સરકારના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 7મા પગારપંચ મુજબ પગાર અને પેન્શન મળી રહ્યાં છે.પગારપંચની વિવિધ શહેરોમાં યોજાયેલી બેઠકો દરમિયાન પણ એરિયરનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. આયોગની આગામી બેઠક 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુમાં યોજાવાની છે. આ પહેલાં ચેન્નાઈ, પુડુચેરી, કોલકાતા, લખનઉ, ભુવનેશ્વર અને દિલ્હી સહિતનાં શહેરોમાં બેઠકો યોજાઈ ચૂકી છે.પગારપંચ પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે ત્યારબાદ સરકાર નોટિફિકેશન જાહેર કરશે. આ પ્રક્રિયા બાદ કર્મચારીઓના એરિયર અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

8th Pay Commission (4)

ફિટમેન્ટ ફેક્ટરથી નક્કી થશે પગારમાં કેટલો વધારો

8મા પગારપંચમાં કર્મચારીઓનો પગાર કેટલો વધશે તે નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવશે. કર્મચારીઓ અને પેન્શનર્સનાં વિવિધ સંગઠનો દ્વારા અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની માગ કરવામાં આવી છે.હાલમાં 2.15, 2.28 અને 2.57 જેવા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચર્ચા થઈ રહી છે. જોકે, આમાંથી કયો ફેક્ટર નક્કી થશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિટમેન્ટ ફેક્ટર અને એરિયરની ગણતરીમાં થનારા ફેરફારને કારણે કર્મચારીઓને મળનારી રકમમાં પણ મોટો તફાવત જોવા મળી શકે છે.

8મા પગારપંચની ડેડલાઈન ક્યારે પૂરી થશે?

8મા પગારપંચને ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આયોગની રચના અંગેનું નોટિફિકેશન નવેમ્બર 2025માં જાહેર કરવામાં આવ્યું હતું. આ સમયમર્યાદા મુજબ આયોગનો કાર્યકાળ મે 2027માં પૂર્ણ થવાનો છે.આયોગનો રિપોર્ટ તૈયાર થવો, સરકાર દ્વારા તેને સ્વીકારવો અને ત્યારબાદ અમલીકરણની પ્રક્રિયા પૂર્ણ થવી જેવી બાબતો એરિયરની ચૂકવણીના સમયને અસર કરી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી બદલાઈ જશે FDને લગતા નિયમ, મેળવો A to Z જાણકારી

લેવલ 6ના કર્મચારીઓને કેટલું એરિયર મળી શકે?

જો 8મા પગારપંચનો રિપોર્ટ લાગુ થવામાં 18 મહિનાનો વિલંબ થાય તો લેવલ 6ના કર્મચારીઓના એરિયરની રકમ ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. ઉપલબ્ધ અંદાજ મુજબ 2.15ના ફિટમેન્ટ ફેક્ટર પર આશરે ₹7 લાખનું એરિયર મળી શકે છે.જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 નક્કી થાય તો લેવલ 6ના કર્મચારીઓને ₹10,87,488નું એરિયર મળવાની સંભાવના છે. જ્યારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર આ રકમ વધીને ₹13,33,872 થઈ શકે છે. જોકે, આ આંકડા સંભવિત ગણતરી પર આધારિત છે અને સત્તાવાર એરિયરની રકમ નથી.

લેવલ 8ના કર્મચારીઓને ₹18 લાખ સુધીનું એરિયર?

લેવલ 8ના કર્મચારીઓ માટે પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે એરિયરની અલગ-અલગ ગણતરી સામે આવી છે. જો 2.15નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તો 18 મહિનાના સમયગાળા માટે ₹13,13,760નું એરિયર મળી શકે છે. બીજી તરફ, 2.28નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તો એરિયરની રકમ ₹14,62,272 સુધી પહોંચી શકે છે. જ્યારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર લેવલ 8ના કર્મચારીઓને ₹17,93,568નું એરિયર મળવાની સંભાવના છે. એટલે કે આ ગણતરી મુજબ એરિયરની રકમ લગભગ ₹18 લાખ થઈ શકે છે. જોકે, કર્મચારીઓને ખરેખર કેટલી રકમ મળશે તે સરકારની અંતિમ ભલામણો અને અમલીકરણની તારીખ પર નિર્ભર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor 2026 8th Pay Commission Level 8 Employees Arrears

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ