ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ગોતામાં કોલેજ જતી વિદ્યાર્થિની પર ક્રેન ચઢાવી દીધી, યુવતીનું ઘટનાસ્થળે જ મોત
Last Updated: 03:26 PM, 22 September 2026
ADVERTISEMENT
અમદાવાદના ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે યુવતી પર ક્રેન ચઢાવી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું. પ્રેરણા નિનામા નામની 19 વર્ષની યુવતી સિલ્વર ઓક કોલેજમાં બીએસસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટના સમયે તે કોલેજ જતી હતી, પ્રેરણા રોડ પર પોતાની રીતે સાઈડમાં ચાલી આવતી હતી ત્યારે પાછળથી ચાલકે તેની પર ક્રેન ચડાવી દીધી હતી. પોલીસે ડ્રાઇવરની અટકાયક કરી લીધી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : આણંદના બાકરોલમાં પુત્રે પિતાની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો, ન માન્યામાં આવે એવું
શાંતિથી ચાલતી જતી યુવતી પર ચડાવી દીધી ક્રેન
ADVERTISEMENT
યુવતી એકદમ શાંતિથી સાઈડમાં ચાલતી ચાલતી સિલ્વર ઓક તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી ક્રેને યુવતીને ટક્કર મારી હતી. જાણ થતા યુવતીની માતા સ્થળ પર પહોંચી હતી, જે બાદ યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યો છે.
ફરાર ડ્રાઈવરની ધરપકડ
ADVERTISEMENT
ડ્રાઈવર અક્સ્માત બાદ નાસી ગયો હતો જેની અટકાયત કરવામાં આવી છે. આ ક્રેન કોની હતી કયા જતી હતી તેની તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.