ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આણંદના બાકરોલમાં પુત્રે પિતાની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો, ન માન્યામાં આવે એવું

ક્રાઈમ / આણંદના બાકરોલમાં પુત્રે પિતાની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો, ન માન્યામાં આવે એવું

Published By: Hiralal Parmar

Last Updated: 03:10 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના બાકરોલમાં પુત્રે પિતાની હત્યા કરી નાખી હતી. આ બનાવ પાછળ એક ચોંકાવનારુ કારણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

કલિયુગમાં સંબંધો કેટલી હદે વેરવિખેર થઈ શકે તેનું ચોંકાવનારું ઉદાહરણ આણંદના બાકરોલમાંથી સામે આવ્યું છે જે પિતાએ દીકરાને ઉછેરીને મોટો કર્યો, એ જ પિતા પર દીકરાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. મામલો માત્ર એટલો હતો કે પુત્રના લગ્ન કરાવવાના મુદ્દે ઘરમાં વિવાદ થયો હતો. પરંતુ કહેવાય છે કે ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય આખા પરિવારની જિંદગી બદલી નાખે છે.

પુત્રે કુહાડી વડે હુમલો કર્યો

બાકરોલના પ્રગતિનગર કોલોનીમાં રહેતા કાલુમિયા બેલીમ પર તેમના પુત્ર આશિકમિયાએ કુહાડી વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલામાં પિતાના નાક, આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ કાલુમિયા બેલીમને તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બે દિવસ પછી પુત્રીના લગ્ન હતા

આ ઘટનાનો સૌથી કરુણ પાસું એ છે કે પરિવારના ઘરમાં થોડા જ દિવસોમાં ખુશીનો પ્રસંગ આવવાનો હતો.મૃતક કાલુમિયા બેલીમની પુત્રીના નિકાહ બે દિવસ બાદ થવાના હતા. પરંતુ નિકાહની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો. એક તરફ લગ્નની ખુશીઓ હતી અને બીજી તરફ ઘરમાં પિતાના મોતનો માતમ છવાઈ ગયો.

આરોપી પુત્રની ધરપકડ

ઘટનાની જાણ થતાં વલ્લભ વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્ર આશિકમિયાને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Latest Gujarat News Gujarat Breaking News, Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ