ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:19 PM, 22 September 2026
ADVERTISEMENT
તેલંગાણાના આદિલાબાદમાં રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS) ના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે. જેમાં પાંચ દિવસનું બાળક પણ સામેલ છે. મંગળવારે વહેલી સવારે થયેલા અકસ્માત બાદ, ઘણા બાળકોને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. નિઝામાબાદમાં સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થતાં મૃત્યુઆંક ત્રણ થયો છે.
ADVERTISEMENT
સોમવારે રાત્રે ૧૧:૪૦ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. એવું જાણવા મળ્યું છે કે SNCU વોર્ડમાં AC યુનિટમાં ખામી સર્જાવાથી આગ લાગી હતી, જેના કારણે આખો વોર્ડ ગાઢ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અકસ્માત સમયે વોર્ડમાં ૨૪ બાળકો હાજર હતા. હોસ્પિટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ૨૦ થી વધુ બાળકોને સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નજીકની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
એસી ખરાબ થઈ ગયા બાદ વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો.
ADVERTISEMENT
આદિલાબાદ જિલ્લા કલેક્ટર રાજર્ષિ શાહના જણાવ્યા અનુસાર, આગ AC માં ખામીને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. બચાવ કામગીરી દરમિયાન આશરે 26 અઠવાડિયાના એક અકાળ બાળકનું મૃત્યુ થયું હતું. બાકીના બાળકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બાળરોગ ચિકિત્સકો તેમની દેખરેખ રાખી રહ્યા છે. હવે, નિઝામાબાદમાં સારવાર દરમિયાન વધુ એક શિશુનું મૃત્યુ થયું છે. આ સાથે આ આગમાં મૃત્યુ પામેલા કુલ બાળકોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી, જેના કારણે તે હોસ્પિટલના અન્ય વોર્ડમાં ફેલાતી અટકી હતી. ધુમાડાથી અસરગ્રસ્ત બાળકોને વેન્ટિલેટર અને જરૂરિયાત મુજબ અન્ય તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અકસ્માતની તપાસ માટે સૂચનાઓ
આ ઘટના બાદ આદિલાબાદ જિલ્લા કલેક્ટર રાજર્ષિ શાહ અને પોલીસ અધિક્ષક અખિલ મહાજને હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ બચાવ અને રાહત પ્રયાસોનું નિરીક્ષણ કર્યું અને અકસ્માતના કારણની તપાસના નિર્દેશ આપ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિહારમાં છેડતી તો દિલ્હીમાં 17 વર્ષીય સગીરા સાથે 3 નરાધમોની હેવાનિયત, 1નું એન્કાઉન્ટર
કલેક્ટરે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આગનું ચોક્કસ કારણ અને કોઈ બેદરકારી સંડોવાયેલી છે કે કેમ તે જાણવા માટે વિગતવાર તપાસ કરવામાં આવશે. હાલમાં, વહીવટીતંત્રની પ્રાથમિકતા હોસ્પિટલમાંથી અન્ય સુવિધાઓમાં સ્થાનાંતરિત બાળકોની સલામતી અને સારવાર સુનિશ્ચિત કરવાની છે. તબીબી અને કટોકટી ટીમો હજુ પણ હોસ્પિટલમાં રહેલા બાળકોને બચાવવા માટે અથાક મહેનત કરી રહી છે. દરમિયાન, મૃત્યુ પામેલા ત્રણ બાળકોના પરિવારો શોકમાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.