ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આગામી 12 કલાકમાં જ 24 રાજ્યોમાં મેઘરાજા ભુક્કાં બોલાવશે, 60ની સ્પીડે પવન ફૂંકાશે

photo-story

6 ફોટો ગેલેરી

વેધર અપડેટ / આગામી 12 કલાકમાં જ 24 રાજ્યોમાં મેઘરાજા ભુક્કાં બોલાવશે, 60ની સ્પીડે પવન ફૂંકાશે

Last Updated: 09:31 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rain forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 12 કલાકમાં દેશના 24 રાજ્યોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને પૂર્વી રાજસ્થાનમાં વરસાદ પડવાની શક્યતા છે.

1/6

photoStories-logo

1. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદ

મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદ પડશે. પૂર્વ ભારતમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદ પડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમમાં પણ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદ

પશ્ચિમ ભારતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. મંગળવારે ગુજરાતમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહારાષ્ટ્ર અને ગોવામાં આ ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો મંગળવારે રાજ્યમાં વરસાદની ગતિવિધિ મર્યાદિત રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 અને 24 સપ્ટેમ્બરના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની આગાહી

22 અને 23 સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગાજવીજ સાથે વરસાદ

આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દિલ્હી માટે IMD રિપોર્ટ

મંગળવારે દિલ્હીમાં હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસા, મહત્તમ તાપમાન 34 થી 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Gujarat Rain Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ