ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:15 PM, 21 September 2026
ADVERTISEMENT
દશેરાના તહેવાર સાથે ભારતીય વેપાર જગત માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર (FTA) 20 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે. જેમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. બંને દેશોએ 27 એપ્રિલે કરાર પર સાઈન કર્યા હતા જેનો મુખ્ય ઉદ્દેશ દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
ADVERTISEMENT
નવા કરાર બાદ ન્યૂઝીલેન્ડ ભારતીય ઉત્પાદનોના 100 ટકા હિસ્સા પર ડ્યુટી દૂર કરશે. હાલમાં સિરેમિક્સ, કાર્પેટ, વાહનો અને ઓટો પાર્ટ્સ સહિતની અનેક ભારતીય વસ્તુઓ પર ન્યૂઝીલેન્ડમાં 10 ટકા સુધીનો ટેરિફ લાગુ પડે છે. FTA અમલમાં આવ્યા બાદ આવા ઉત્પાદનો માટે ભારતીય નિકાસકારોને વધુ અનુકૂળ બજાર મળશે. ભારત માટે આ કરાર ખાસ કરીને કાપડ, ચામડાં અને ફૂટવેર, રત્ન-આભૂષણ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા ક્ષેત્રોમાં એક્સપોર્ટની નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે.
વેપાર સિવાય રોકાણ પણ આ કરારનું મહત્વનું પાસું છે. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષ દરમિયાન ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ બંને દેશો વચ્ચે રોકાણ વધવાથી ઉદ્યોગો, રોજગારી અને વિવિધ ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળવાની અપેક્ષા છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને પણ કરારને અંતિમ મંજૂરી મળ્યાનું કન્ફર્મ કર્યું છે. ન્યૂઝીલેન્ડની સંસદે 16 સપ્ટેમ્બરે 93-29ના મતથી તેને મંજૂરી આપી હતી. સરકાર અને વિપક્ષ બંને તરફથી કરારને સમર્થન મળ્યું હતું.
ADVERTISEMENT
FTA એકતરફી નથી. ભારતે ન્યૂઝીલેન્ડના આશરે 70 ટકા ટેરિફ લાઈન્સ પર બજાર પહોંચ આપવાની તૈયારી દર્શાવી છે. આ લાઈન્સ બંને દેશોના કુલ દ્વિપક્ષીય વેપારના લગભગ 55 ટકા હિસ્સાને આવરી લે છે. જોકે ભારતે ડેરી ઉત્પાદનો, અમુક કૃષિ વસ્તુઓ અને બીજી સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત રાખ્યા છે. બીજી તરફ લાકડું, ઊન અને ઘેટાંના માંસ જેવી અમુક ન્યૂઝીલેન્ડની વસ્તુઓ પર તરત જ ટેરિફ દૂર કરવામાં આવશે. બીજી કેટેગરીમાં ડ્યુટી ત્રણથી દસ વર્ષના સમયગાળામાં તબક્કાવાર ઘટાડવામાં આવશે.
બંને દેશો કૃષિ ક્ષેત્રમાં પણ સાથે મળીને કામ કરશે. ખાસ કરીને કિવી, સફરજન અને મધ જેવા ઉત્પાદનોમાં ટેક્નોલોજી, ઉત્પાદકતા અને ખેતીની પદ્ધતિઓ સુધારવા માટે સહકાર વધારવામાં આવશે. સેવા ક્ષેત્ર પણ આ કરારનો મોટો લાભાર્થી બની શકે છે. ન્યૂઝીલેન્ડે 118 સર્વિસ સેક્ટરમાં પ્રતિબદ્ધતા દર્શાવી છે જેના કારણે ભારતીય IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર, શિક્ષણ અને બીજી સેવા ક્ષેત્રની કંપનીઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
વેપાર સાથે માનવ સંસાધનની અવરજવર માટે પણ કરારમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. પાંચ હજાર સુધીના કુશળ ભારતીયોને ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલેન્ડમાં રહીને કામ કરવાની અસ્થાયી વિઝા વ્યવસ્થા મળશે. આ સુવિધામાં આયુષ ક્ષેત્રના પ્રેક્ટિશનર્સ, યોગ શિક્ષકો, શેફ અને મ્યુઝિક શિક્ષકો સિવાય IT, એન્જિનિયરિંગ, હેલ્થ અને એજ્યુકેશન ક્ષેત્રના પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે.
યુવાનો માટે પણ તક ઊભી થશે. જેમાં વર્કિંગ હોલિડે વિઝા હેઠળ દર વર્ષે 1,000 યુવાન ભારતીયો ન્યૂઝીલેન્ડમાં 12 મહિના સુધી રહી શકશે. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન દર અઠવાડિયે 20 કલાક કામ કરવાની અને અભ્યાસ બાદ લાંબા સમયના વર્ક વિઝા મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ FTA માત્ર ઈમ્પોર્ટ એક્સપોર્ટ પૂરતો સીમિત નથી. જેમાં બંને દેશો રોકાણ, રિસર્ચ, ઈનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારશે. ભારત માટે ન્યૂઝીલેન્ડનું બજાર ભારતીય નિકાસકારોને નવી તકો આપી શકે છે. જ્યારે ન્યૂઝીલેન્ડની કંપનીઓને ભારતના વિશાળ ગ્રાહક બજારમાં વધુ સરળ પ્રવેશ મળશે. આ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધવાની સાથે રોજગારી અને આર્થિક પ્રવૃત્તિમાં પણ વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
8th Pay Commission / શું જૂના પેન્શનરોનું પેન્શન વધશે કે નહીં? REWAએ PM મોદી પાસે લગાવી મદદની ગુહાર