ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શું સોનાના ભાવમાં ફરીથી ભડકો થશે? કિંમતોમાં ઘટાડા વચ્ચે ગ્લોબલ બેંકની ભવિષ્યવાણી

Gold Price / શું સોનાના ભાવમાં ફરીથી ભડકો થશે? કિંમતોમાં ઘટાડા વચ્ચે ગ્લોબલ બેંકની ભવિષ્યવાણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:39 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Outlook 2027: જેપી મોર્ગનએ 2027 સુધીમાં સોનું $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે, જ્યારે જેફરીજ તેને $10,000 ને વટાવી જશે તેવુ અનુમાન લગાવી રહ્યુ છે.

ADVERTISEMENT

Gold Price Outlook 2027: જેપી મોર્ગનએ 2027 સુધીમાં સોનું $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે, જ્યારે જેફરીજ તેને $10,000 ને વટાવી જશે તેવુ અનુમાન લગાવી રહ્યુ છે. ભારતમાં સોનું કેટલું મોંઘું થશે?

સોનાના ભાવમાં અત્યારે ભલે ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં તેની ચમક બમણી થઈ શકે છે. અગ્રણી વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને અનુમાન લગાવ્યું છે કે 2026ના અંત સુધીમાં સોનું $4,500 પ્રતિ ઔંસના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે અને 2027ના મધ્ય સુધીમાં $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.

જ્યારે અમેરિકન બેંક જેફરીઝનું અનુમાન છે કે વર્ષ 2027 સુધીમાં સોનું 10 હજાર ડોલરને પાર કરી શકે છે. બેન્કોનો અંદાજ છે કે યુએસ વ્યાજદર, કમજોર ડોલર, સેંટ્રલ બેન્કોની તાબડતોબ ખરીદી અને સરકારી દેવાની ચિંતા વચ્ચે સોનાની લાંબા ગાળાની મુવમેન્ટ ખૂબ જ મજબૂત દેખાય છે. નિષ્ણાતો માને છે કે બુલિયન માર્કેટનો અસલી જલવો જોવાનો હજુ બાકી છે, જે દિવાળી પહેલા દેખાઇ શકે છે.

ભારતમાં સોનું કેટલું મોંઘુ થશે?

જેપી મોર્ગનનો અંદાજ છે કે 2026ના અંત સુધીમાં સોનું પ્રતિ ઔંસ 4500 ડોલર અને 2027ના મધ્ય સુધીમાં 5000 ડોલરની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી શકે છે. જોકે એ સમજવું મહત્વપૂર્ણ છે કે જેપી મોર્ગન દ્વારા કરવામાં આવેલી આ આગાહી યુએસ બજાર પર આધારિત છે.

જો આપણે ભારતીય હિસાબએ $5,000 ને ધ્યાનમાં લઈએ તો આ કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1.77 લાખથી વધુ થાય છે. ભારત તેના મોટાભાગના સોનાની આયાત કરે છે, જેના પર તે 15% આયાત શુલ્ક વસૂલ કરે છે. આનો અર્થ એ થયો કે જો કિંમત પ્રતિ ઔંસ $5,000 અથવા પ્રતિ 10 ગ્રામ ₹1.54 લાખ સુધી પહોંચે છે, તો તેના પર 15% આયાત શુલ્ક પણ લાગશે. આની ગણતરી કરી એ તો

10 ગ્રામ સોનાની કિંમત - ₹1,54,093

10 ગ્રામ સોના પર આયાત શુલ્ક - 15% (₹23,113)

ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત - ₹1,54,093 + ₹23,113 = ₹1,77,206

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / પેટ્રોલ 1000 રૂપિયે લિટર પહોંચી શકે છે! આ દેશના પેટ્રોલિયમ મંત્રીએ આપી ગંભીર ચેતવણી

વ્યાજ દરો અને ડોલર વચ્ચે શું સંબંધ છે?

સોનાના ભાવ વાસ્તવિક ઉપજથી સૌથી વધુ પ્રભાવિત થાય છે, એટલે કે ફુગાવાને બાદ કર્યા પછી મળતું વળતર. કારણ કે સોનું પોતે કોઈ વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવતું નથી, જ્યારે અન્ય રોકાણ વિકલ્પોમાંથી વળતર ઘટે છે, ત્યારે સોનાને રાખવાનો ખર્ચ ઘટે છે, જેનાથી તેની માંગ વધે છે. વધુમાં અમેરિકી ડોલર નબળો પડવાથી સોનું સસ્તું અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે વધુ આકર્ષક બને છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gold Price Prediction 2027

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ