ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એલર્ટ! એકસાથે દેશના 3 રાજ્યોમાં ત્રાટકશે વાવાઝોડું, ભારેથી અતિભારે વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

National / એલર્ટ! એકસાથે દેશના 3 રાજ્યોમાં ત્રાટકશે વાવાઝોડું, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Last Updated: 06:06 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશરના કારણે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ‘અર્નબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું સર્જાશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તેની અસરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

1/6

photoStories-logo

1. ખાડીમાં ફરી એકવાર હવામાનમાં મોટો ફેરફાર

બંગાળની ખાડીમાં ફરી એકવાર હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તરીય અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર એટલે કે લો પ્રેશર બની રહ્યું છે, જે સોમવારે વધુ મજબૂત બનવાની શક્યતા છે. આ સિસ્ટમ આગળ વધીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે કે નહીં તે અંગે હાલ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જોકે, હવામાન નિષ્ણાતો દ્વારા આગામી અઠવાડિયે ભારતના ત્રણ રાજ્યોમાં તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે તો તેનું નામ ‘અર્નબ’ હશે અને તે આ વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત હોવાનું જણાવાઈ

હાલ દબાણનું ક્ષેત્ર ઉત્તરીય અંદમાન સમુદ્ર અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત હોવાનું જણાવાઈ રહ્યું છે. તેની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ છે. મળતી માહિતી મુજબ, આ સિસ્ટમ સોમવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ બુધવારે સવારે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને બંગાળની ખાડીના મધ્ય તથા ઉત્તરીય ભાગ તરફ પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. હવામાન સિસ્ટમની અસર પશ્ચિમ બંગાળ

આ સંભવિત હવામાન સિસ્ટમની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જોવા મળી શકે છે. જોકે, ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. તેથી હાલમાં ચક્રવાત સર્જાશે કે નહીં અને તેની ચોક્કસ દિશા શું રહેશે તે અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ નથી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ સિસ્ટમની અસર જોવા મળી

પશ્ચિમ બંગાળમાં આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે અને તેની અસર શુક્રવાર સુધી રહેવાની શક્યતા છે. દબાણનું ક્ષેત્ર ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. બંગાળમાં સોમવારે વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે, પરંતુ મંગળવારથી વરસાદની ગતિમાં વધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ટલાક વિસ્તારોમાં ઝડપી વરસાદનો દોર

મંગળવારથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ઝડપી વરસાદનો દોર શરૂ થઈ શકે છે. ત્યારબાદ બુધવારથી શુક્રવાર સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. ખાસ કરીને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરમાં તેની વધુ અસર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ સિવાય દક્ષિણ 24

આ સિવાય દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર, પશ્ચિમ વર્ધમાન, બીરભૂમ, મુર્શિદાબાદ, પુરુલિયા અને ઝારગ્રામમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, બંગાળની ખાડીમાં બની રહેલું લો પ્રેશર આગામી દિવસોમાં વધુ મજબૂત બને છે કે પછી ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે તેના પર સૌની નજર રહેશે. હાલ આ અંગે માત્ર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે અને સત્તાવાર સ્થિતિ માટે IMDના આગામી અપડેટની રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bay of Bengal Heavy Rain Cyclone Arnab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ