ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 45 વર્ષની એક્ટ્રેસ મન્નતો બાદ બની જોડિયા બાળકોની માતા, પૌત્ર-પૌત્રી માટે 10 વર્ષથી રાહ જોઈ રહેલા દાદા-દાદીની ઈચ્છા પૂરી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 45 વર્ષની એક્ટ્રેસ મન્નતો બાદ બની જોડિયા બાળકોની માતા, પૌત્ર-પૌત્રી માટે 10 વર્ષથી રાહ જોઈ રહેલા દાદા-દાદીની ઈચ્છા પૂરી

Last Updated: 12:51 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફેમસ ભોજપુરી અભિનેત્રી, યુટ્યુબર અને 'બિગ બોસ' ફેમ સંભાવના સેઠનું જીવન ખુશીઓથી ભરેલું છે. લગ્નના દસ વર્ષ બાદ, જૂન 2026માં સંભાવનાએ સરોગસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો.

1/5

photoStories-logo

1. સરોગસીની મદદથી બની માતા

લગ્નના દસ વર્ષ બાદ, જૂન 2026માં સંભાવનાએ સરોગસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો. સંભાવના સરોગસીની મદદથી માતા બની છે. વર્ષોની રાહ જોયા બાદ આખરે માતૃત્વનો અનુભવ કરવા બદલ અભિનેત્રી અત્યંત ખુશ છે. તેના સાસરિયાં પણ ખૂબ જ આનંદિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પુત્ર અને પુત્રીના ચહેરા કર્યા જાહેર

સંભાવના અને અવિનાશે જોડિયા બાળકોના જન્મના લગભગ 3 મહિના બાદ, ગણેશ ચતુર્થીના શુભ અવસરે તેમના પુત્ર અને પુત્રીના ચહેરા જાહેર કર્યા. જોડિયા બાળકો સાથે ગણપતિનો તેમનો પ્રથમ તહેવાર ઉજવવો એ સમગ્ર પરિવાર માટે ખરેખર એક સ્પેશિયલ અનુભવ હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કપલે કરી માતા-પિતા બનવા વિશે વાત

સંભાવના અને અવિનાશે જણાવ્યું કે શરૂઆતમાં તેમણે બાળકોના ચહેરા છ મહિના પછી જાહેર કરવાનું આયોજન કર્યું હતું. જોકે, બાદમાં તેમને લાગ્યું કે આવું કરવા માટે ગણેશ ચતુર્થીથી વધુ શુભ બીજો કોઈ અવસર ન હોઈ શકે. તેથી, તેમણે તે દિવસની પસંદગી કરી. સંભાવના અને અવિનાશે માતા-પિતા બનવા વિશે વાત કરી. આ દંપતીએ જણાવ્યું કે સંતાનના આગમનથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મારા સાસુ સસરા દાદા-દાદી બનાવા માટે હતા આતુર

સંભાવનાએ ખુલાસો કર્યો કે માતા બનવાની પોતાની ઈચ્છાને કારણે તે ખૂબ રડી હતી અને તેના સાસરિયાં પણ દાદા-દાદી બનવા માટે આતુર હતા. મીડિયા સાથે વાત કરતા સંભાવનાએ કહ્યું, "ગયા વખતે ગણેશ ચતુર્થી દરમિયાન હું ખૂબ રડી હતી. મારા સાસુ પણ ખૂબ રડ્યા હતા. મારા સસરા પણ દાદા બનવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા." સંભાવનાએ જણાવ્યું કે, જ્યારે તે બાળકોને પહેલીવાર હોસ્પિટલમાંથી ઘરે લાવી, ત્યારે તેના સાસરિયાં તેમને હાથમાં લેતાની સાથે જ સ્તબ્ધ થઈ ગયા હતા, જ્યારે તેનો નાનો ભત્રીજો રડવા લાગ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. IVFના સાત કે આઠ નિષ્ફળ પ્રયાસોનો સામનો કર્યો

અવિનાશે કહ્યું, "બાળકોએ આપણા બધામાં સકારાત્મક બદલાવ લાવ્યો છે." સંભાવનાએ ઉમેર્યું, "હવે દરેકનું ધ્યાન માત્ર બાળકો પર જ કેન્દ્રિત છે." સંભાવનાની વાત કરીએ તો, લગ્નના દસ વર્ષ બાદ તે માતા બની—ઘણી પ્રાર્થનાઓ અને અવિરત પ્રયાસો પછી તેનું આ સ્વપ્ન સાકાર થયું હતું. તેણે IVFના સાત કે આઠ નિષ્ફળ પ્રયાસોનો સામનો કર્યો હતો અને અનેકવાર ગર્ભપાતની પીડા પણ વેઠી હતી. જોકે, જૂન ૨૦૨૬માં તે સરોગસી દ્વારા માતા બની. હવે આ અભિનેત્રીનો પરિવાર સંપૂર્ણ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

sambhavna seth first ganpati pooja twins with surrogacy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ