ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / રાધારાણીના આ પાળતુ પ્રાણીઓના નામ જાણો છો? ગાયથી લઈને હરણ સુધી, જાણો શ્રીજીના પ્રિય જીવ

ધર્મ / રાધારાણીના આ પાળતુ પ્રાણીઓના નામ જાણો છો? ગાયથી લઈને હરણ સુધી, જાણો શ્રીજીના પ્રિય જીવ

Last Updated: 07:10 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધારાણીને ગાયો સાથે સાથે વાંદરા, હરણી, પોપટ અને હંસ જેવા પાલતુ પ્રાણીઓ પ્રત્યે પણ ખાસ પ્રેમ હતો. તેમના આ પ્રિય પ્રાણીઓના નામો ધર્મગ્રંથોમાં વર્ણવાયેલા છે અને રાધા અષ્ટમીના પર્વ પર આ કથા ખાસ યાદ કરવામાં આવે છે.

ADVERTISEMENT

રાધા અષ્ટમી 2026 નિમિત્તે આપણે જાણીએ કે રાધારાણીનો પ્રેમ માત્ર શ્રીકૃષ્ણ સુધી જ મર્યાદિત નહોતો. બ્રજના પશુ-પક્ષીઓ પ્રત્યે પણ તેમનો અપાર સ્નેહ હતો. ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ તેમના પાસે ઘણા પ્રિય પાલતુ પ્રાણીઓ હતા. જેમને તેઓ પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરતા હતા.

આ વર્ષે રાધા અષ્ટમી 19 સપ્ટેમ્બર 2026ના શનિવારે ઊજવાશે. ગૌડીય વૈષ્ણવ ગ્રંથો, નારદ પંચરાત્ર અને પદ્મ પુરાણ જેવા ધર્મગ્રંથોમાં શ્રીજીના આ પ્રિય પ્રાણીઓનું વર્ણન મળે છે.

જેમાં રાધારાણીની પ્રિય ગાયોમાં બહુલા, સુનદા અને યમુના મુખ્ય હતી. આ સુરભિ ગાયો તેમને ખૂબ પ્રિય હતી. તેમનું એક ગોળમટોળ વાછરડું તુંગી પણ તેમને અત્યંત આવડતું હતું.

તેમના બીજા પાલતુ પ્રાણીઓમાં કક્ખતી નામનું વાંદરું, રંગિણી નામની હરણી અને માધુરી નામની હાથીણી હતી. પક્ષીઓમાં શુભા અને સૂક્ષ્મધી નામના પોપટ હતા, જે ચુટકુલા અને અવાજોની નકલ કરવામાં માહિર હતા. તેમની પાલતુ ચકોરીનું નામ ચારુચંદ્રિકા હતું અને હંસનું નામ તુંડીકેરી હતું. જેને રાધાકુંડમાં તરવું ખૂબ ગમતું હતું.

વધુ વાંચો: વાંસળીના સૂર સાંભળી શ્રીકૃષ્ણમાં લીન થયા હતા રાધા, જાણો દ્વારકામાં રાધા-કૃષ્ણના અંતિમ મિલનની પૌરાણિક કથા

આમ, ગાયો સિવાય પણ વાંદરા, હરણી, પોપટ , હંસ અને હાથીણી જેવા અનેક પ્રાણીઓ સાથે રાધારાણીનો અનોખો સ્નેહ સંબંધ હતો. આ પ્રાણીઓ તેમના દિવ્ય જીવનનો અભિન્ન ભાગ હતા.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Radha Ashtami Radharani animal Lover
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ