ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભિલોડામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ડિલિવરી દરમિયાન મૃત બાળકને જન્મ
Last Updated: 06:37 PM, 18 September 2026
ADVERTISEMENT
અરવલ્લી: ભિલોડા તાલુકાના એક ગામમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સગીરાની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યો
ફરિયાદ મુજબ, ભિલોડા પાદરા ગામના યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ વારંવાર જાતીય સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે આ ઘટનાના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી.
ADVERTISEMENT

પ્રસૃતિ દરમ્યાન સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો
ADVERTISEMENT
પોલીસ ફરિયાદ અનુસાર, 16 સપ્ટેમ્બર 2026ના રોજ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT
(જે ડી વાઘેલા, DYSP, અરવલ્લી)
પોલીસે આરોપીની ધરપકડ કરી
આ કેસમાં ભિલોડા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 65(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી: રાયસણના Blinkit સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ
પોલીસ દ્વારા કેસની તપાસ શરૂ કરી
ADVERTISEMENT
પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને કેસ સંબંધિત પુરાવા તથા અન્ય વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.