ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ભારે વરસાદથી હાહાકાર, 19 રસ્તા બંધ અને 27 જળાશયો 100% ભરાયા, 85,456 લોકોનું સ્થળાંતર, 9,822 લોકોનું રેસ્ક્યુ

ગાંધીનગર / ગુજરાતમાં ભારે વરસાદથી હાહાકાર, 19 રસ્તા બંધ અને 27 જળાશયો 100% ભરાયા, 85,456 લોકોનું સ્થળાંતર, 9,822 લોકોનું રેસ્ક્યુ

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 04:08 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. રાજ્યના 19 રસ્તાઓ બંધ કરાયા છે.

ADVERTISEMENT

રાજ્યમાં સતત વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 19 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં છોટાઉદેપુરમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચાયત હસ્તકના 16 રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાવા અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવકમાં વધારો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં હાલ 69 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. જેમાંથી 27 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 37 જળાશયો 70થી 100 ટકા સુધી ભરાયા છે.

ચોમાસા દરમિયાન રાજ્યમાં 85 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 9,822 લોકોનું રેસ્ક્યુ

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર સીઝન દરમિયાન રાજ્યના 24 જિલ્લાઓના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 85,456 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદથી ઉત્તર ગુજરાત સુધી મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર, જુઓ વરસાદના ફોટો અને વીડિયો

આ ઉપરાંત, જોખમી પરિસ્થિતિમાં ફસાયેલા 9,822 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. વરસાદી માહોલ દરમિયાન જિલ્લા તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરિયાત મુજબ સ્થળાંતર અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain road closures Gujarat rainfall

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ