ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / iPhone 18 Proની પહેલી સેલ માટે જબરદસ્ત દીવાનગી, દિલ્હી-મુંબઈથી બેંગલુરુ સુધી Apple સ્ટોર બહાર રાતથી લાંબી લાઈનો
Last Updated: 08:45 AM, 18 September 2026
ADVERTISEMENT
Appleના લેટેસ્ટ iPhone 18 Pro અને iPhone 18 Pro Maxની ભારતમાં આજથી પહેલો સેલ શરૂ થઈ છે. ફોન ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોમાં Apple સ્ટોર બહાર લોકો રાતથી જ લાઈનમાં ઊભા જોવા મળ્યા.
ADVERTISEMENT
iPhone 18 Pro અને iPhone 18 Pro Maxની પહેલી સેલને લઈને દિલ્હીથી મુંબઈ સુધી Apple ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. દિલ્હીના સાકેત સ્થિત Select Citywalk Mallના Apple Store બહાર લોકો રાતથી જ લાઈનમાં ઊભા રહ્યા હતા. સવાર થતાં અહીં લોકોની સંખ્યા વધુ વધી ગઈ હતી.મુંબઈમાં પણ Appleના સ્ટોર બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત બેંગલુરુ સહિતના શહેરોમાં પણ લોકો વહેલી સવારથી નવા iPhoneની ખરીદી માટે પહોંચ્યા હતા. કેટલાક લોકો પહેલેથી પ્રી-બુકિંગ કરીને આવ્યા હતા તો કેટલાક લોકો સ્ટોર પર સીધા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
iPhone 18 Pro સિરીઝ માટે પ્રી-બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને સ્ટોરમાંથી ફોન લેવા માટે ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો હતો. ભારતમાં 18 સપ્ટેમ્બરથી સત્તાવાર વેચાણ શરૂ થયું છે.દિલ્હીમાં લાઈનમાં ઊભેલા કેટલાક ગ્રાહકોએ જણાવ્યું કે તેઓ નવા iPhoneને સૌથી પહેલાં મેળવવા માટે રાતથી જ સ્ટોર બહાર રાહ જોઈ રહ્યા હતા. કેટલાક ગ્રાહકો અગાઉના iPhone Pro મોડલનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે નવા iPhone 18 Pro પર અપગ્રેડ કરવા પહોંચ્યા છે.
ADVERTISEMENT
ભારતમાં iPhone 18 Proની શરૂઆતની કિંમત 1,64,900 રૂપિયા છે. આ કિંમત 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. 2TB વેરિઅન્ટની કિંમત 3,14,900 રૂપિયા સુધી જાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ '8 દિવસમાં બ્લાસ્ટ થશે', તાજમહેલ નજીકના રિસોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ
ADVERTISEMENT
iPhone 18 Pro Maxની શરૂઆતની કિંમત 1,79,900 રૂપિયા છે. આ 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. 512GB અને 1TB બાદ ટોપ 2TB વેરિઅન્ટની કિંમત 3,29,900 રૂપિયા છે. બંને મોડલ બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને બર્ગન્ડી કલરમાં ઉપલબ્ધ છે.
iPhone 18 Pro સિરીઝની ખરીદી પર પસંદગીના કાર્ડ દ્વારા બેંક ઓફર અને No Cost EMI જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. Appleની સત્તાવાર સાઇટ પર પણ પાત્ર કાર્ડ સાથે ઇન્સ્ટન્ટ કેશબેક અને No Cost EMIની ઓફર દર્શાવવામાં આવી રહી છે.Appleના જણાવ્યા અનુસાર iPhone 18 Pro અને 18 Pro Maxમાં A20 Pro ચિપ, 48MP Fusion Main કેમેરા સાથે વેરિએબલ એપર્ચર અને iOS 27 જેવા અપગ્રેડ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો