ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સારોલીમાં 17 દુકાનો સળગાવી 24 કરોડનું નુકસાન કરનાર આરોપી ક્યાં છુપાયો? પોલીસ પકડથી દૂર
Last Updated: 04:52 PM, 17 September 2026
ADVERTISEMENT
સુરતના સારોલીમાં 17 દુકાનો સળગાવી 24 કરોડનું નુકસાન કરનાર આરોપીને પોલીસ હજુ સુધી ઝડપી શકી નથી. સુરતના (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરા બંધ હોવાથી બાઈકનો નંબર ટ્રેસ થયો નહોતો. રૂમાલ બાંધી સ્પ્લેન્ડર બાઈક પર ભાગતો આરોપી કેમેરામાં કેદ થયો હતો. સુરત પોલીસની ‘ત્રીજી આંખ’ ગણાતા અનેક કેમેરા ક્ષતિગ્રસ્ત અને બંધ હાલતમાં જોવા મળ્યાં હતા. 200થી વધુ વેપારીઓ, કર્મચારીઓ, ટેમ્પોચાલકો અને હમાલો બેરોજગાર બન્યા હતા.
ADVERTISEMENT
શું હતો બનાવ?
સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં ગત મંગળવારે મોડી રાત્રે છઠ્ઠા માળે આગ ચાંપી 17 દુકાનો ખાખ કરીને આરોપી બાઈક પર સવાર થઈને ભાગી ગયો હતો. આ 17 દુકાનના માલિકોને આશરે 24 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે, પરંતુ આ માર્કેટ અનિશ્ચિત સમય માટે સીલ કરી દેવાઈ હોઈ બીજા 200થી વધુ દુકાનદારો અને તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ટેમ્પોચાલકો તથા હમાલોનો રોજગારી છીનવાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.