ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મેડિકલ સ્ટોર્સ પર સરકારની સખ્તાઈ, આ દવાઓના વેચાણ પર નજર, CCTV ફરજિયાત કરવાની તૈયારી

નેશનલ / મેડિકલ સ્ટોર્સ પર સરકારની સખ્તાઈ, આ દવાઓના વેચાણ પર નજર, CCTV ફરજિયાત કરવાની તૈયારી

Published By: Pravin Joshi

Last Updated: 04:14 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરના મેડિકલ સ્ટોર્સ પર શિડ્યુલ H, H1 અને X શ્રેણીની દવાઓના વેચાણ પર કડક દેખરેખ રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

દેશમાં તબીબી સલાહ વિના અતિ સંવેદનશીલ દવાઓના વેચાણ અને દુરુપયોગને અટકાવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. મંત્રાલયે 'ડ્રગ્સ રૂલ્સ, 1945' માં જરૂરી સુધારા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના અંતર્ગત શિડ્યુલ H, H1 અને X શ્રેણી હેઠળ આવતી દવાઓનું વેચાણ કરતા તમામ મેડિકલ સ્ટોર્સ પર CCTV કેમેરાની દેખરેખ ફરજિયાત બનાવવામાં આવશે.

Medical Store Profit (1)

8 સપ્ટેમ્બરે જાહેર કરાયું ડ્રાફ્ટ નોટિફિકેશન

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 8 સપ્ટેમ્બર 2026 ના રોજ આ સંદર્ભે ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવી જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈનમાં પારદર્શિતા અને જવાબદેહી લાવવાનો છે, જેથી કરીને પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાતી પ્રતિબંધિત અને ઝેરી દવાઓ પર સંપૂર્ણપણે લગામ લગાવી શકાય.

cctv26.jpg

શા માટે લેવાયો આ નિર્ણય?

મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ H, H1 અને X શ્રેણીની દવામાં શક્તિશાળી એન્ટિબાયોટિક્સ, સાયકોટ્રોપિક ડ્રગ્સ અને નશાકારક પેનકિલર્સનો સમાવેશ થાય છે. આ દવાઓનો યોગ્ય તબીબી માર્ગદર્શન વગર ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. મેડિકલ સ્ટોર્સ પર આવી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની ફરિયાદો સતત મળતી હતી. ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB) દ્વારા મંજૂરી મળ્યા બાદ હવે આ દરખાસ્ત અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.

medicine-simple

CCTV કેમેરાથી શું બદલાવ આવશે?

મેડિકલ સ્ટોર્સમાં CCTV કેમેરા લાગવાથી દરેક ખરીદી અને વેચાણનો રેકોર્ડ સુરક્ષિત રહેશે. કયા દર્દીને અને કયા પ્રિસ્ક્રિપ્શનના આધારે દવા આપવામાં આવી છે તેની સચોટ માહિતી મેળવવી આસાન બનશે. આનાથી એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ (AMR) અને નશા માટે વપરાતી એલોપેથિક દવાઓના દુરુપયોગ પર અંકુશ મેળવી શકાશે.

વધુ વાંચો : 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી

આમ જનતા અને વેપારીઓ આપી શકશે સૂચનો

સરકારે આ પ્રસ્તાવિત ડ્રાફ્ટ અંગે તમામ સ્ટેકહોલ્ડર્સ, ફાર્માસ્યુટિકલ સંસ્થાઓ, મેડિકલ સ્ટોર સંચાલકો અને સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો તથા વાંધા-અરજીઓ મંગાવી છે. રસ ધરાવતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર સરનામે લેખિતમાં અથવા ઈમેલ દ્વારા પોતાના પ્રતિભાવો મોકલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HealthMinistry ScheduleHDrugs MedicalStoreRules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ