ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'તારક મહેતા'નો 'ટપુ' બન્યો શિવભક્ત, નાગેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી આ ઈચ્છા વ્યક્ત કરી
Last Updated: 07:27 PM, 14 September 2026
ADVERTISEMENT
"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોમાં ટપ્પુનું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતો બનેલો ભવ્ય ગાંધી જ્યોતિર્લિંગ નાગેશ્વરના દર્શને ગયો. તેણે ત્યાંથી એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે "શિવ કૈલાશ કે વાસી..." ગીત ગાઈને શિવજીના દર્શન કર્યા, પૂજા કરી અને પોતાના કેટલાક વિચારો શેર કર્યા.
ADVERTISEMENT
ભવ્ય 29 વર્ષની ઉંમરે પોતાનું ઘર બનાવશે!
ભવ્યે આ જ્યોતિર્લિંગનું મહત્વ સમજાવ્યું અને મંદિરમાં જવાના પોતાના ખાસ ઇરાદા અંગે જણાવ્યું. તેણે મંદિરમાં પૂજા-પાઠ સાથે શિવલિંગને જળાભિષેક કર્યુ, મંદિરની પરિક્રમા પણ કરતા જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભવ્યએ કહ્યું, "બીજા બધાની જેમ હું પણ અહીં મારું પોતાનું ઘર બનાવવાના ચોક્કસ ઇરાદા સાથે આવ્યો છુ. મારી માતા હંમેશા કહે છે કે ઘર એક જ વાર બને છે. જોકે આ કહેવું ન જોઈએ, કારણ કે તે ખરાબ નજર લાગી જાય છે. પરંતુ મારી સાથે કંઈક અલગ જ થયું. મંદિરની બહાર જેવો નીકળ્યો મેં મારી ઇચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થતી જોઈ."
નાગેશ્વર મંદિરનું નામ લેતા ભવ્યએ કહ્યું કે તેને તેમના ચરણોમાં સાચી દિશા મળી છે. "હર હર મહાદેવ" ના નારા લગાવતા તે બોલ્યો, "દરેકની ઇચ્છાઓ પૂર્ણ થાય."
ADVERTISEMENT
જોકે તે એક બ્રાન્ડ શૂટ હતું, પરંતુ ભવ્યનું ઘર બનાવવાનું સ્વપ્ન ચાહકોના દીલને સ્પર્શી ગયું. યુઝર્સે પ્રમોશનને સાઇડ કરતા કહ્યું, "તમારી આધ્યાત્મિક યાત્રા હંમેશા શાંતિ અને સકારાત્મકતાથી ભરેલી રહે." બીજાએ ટિપ્પણી કરી, "ટપ્પુ ખૂબ સમજદાર થઇ ગયો છે, ઘર બનાવી રહ્યો છે. બાપુજી અને જેઠાલાલ ખૂબ ખુશ થશે." કેટલાક યુઝર્સે કહ્યું, "તમે ચોક્કસ તમારું પોતાનું ઘર બનાવશો."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મનોરંજન / અરિજિત-શ્રેયાના સ્વરમાં ‘જય જય રામ’ રિલીઝ, રણબીર-સાઈની રામ-સીતા જોડી જોઈને ઈમોશનલ થયા ફેંસ
29 વર્ષીય ભવ્યએ "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોમાં બાળપણના ટપ્પુની ભૂમિકા ભજવી હતી. તે નવ વર્ષ સુધી શો સાથે રહ્યો. જો કે 2017 માં તેણે અન્ય તકો મેળવવા માટે શો છોડી દીધો. હવે ભવ્ય ગુજરાતી ફિલ્મોમાં ભાગ લેતો જોવા મળે છે. વચ્ચે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં તેના પાછા ફરવાના અહેવાલો હતા, પરંતુ તે ફક્ત અફવાઓ જ સાબિત થયા. તેને શો છોડ્યાને 9 વર્ષ થઈ ગયા છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ટપ્પુ નામથી ઓળખે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ