ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, જુઓ Videos
Last Updated: 12:53 PM, 14 September 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ભારે વરસાદ બાદ સોંથા-કંથારિયા ગામ વચ્ચેનો નાળો પાણીથી છલકાઈ ગયો હતો. આ દરમિયાન પૂર જેવા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર ત્રણ પૈકી એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સદનસીબે બચાવી લેવામાં આવ્યા હતા. કાર પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ફાયર ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ગ્લાસણા ગામની હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

સુરેન્દ્રનગરમાં જ ભારે વરસાદને કારણે થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાનારા વિશ્વપ્રસિદ્ધ તર્ણેતર લોકમેળાની તૈયારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. તર્ણેતરનો મેળો શરૂ થાય તે પહેલાં જ એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદથી મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયું છે.
ADVERTISEMENT
ચુડા તાલુકામાં વરસાદ બન્યો જીવલેણ, પાણીમાં કાર તણાતા એક વ્યક્તિનું મોત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ભારે વરસાદ બાદ સોનઠા–કંથારિયા ગામ વચ્ચેના નાળા પર પાણી ફરી વળ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે લોકોનો આબાદ… pic.twitter.com/8L0Y8mi13L
માત્ર મુખ્ય મેદાન જ નહીં, પરંતુ વેપારીઓ માટે સ્ટોલ અને પંડાલ ઉભા કરવાની જગ્યાઓમાં પણ પાણી ભરાતા વેપારીઓ અને પંડાલ તૈયાર કરનારાઓની મુશ્કેલી વધી છે. મેળો શરૂ થવાની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ અને લોકસાહિત્યપ્રેમીઓમાં પણ વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
તરણેતર મેળા પહેલાં જ મેદાનમાં ભરાયાં પાણી, વેપારીઓની મુશ્કેલી વધી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
સુરેન્દ્રનગરના થાનગઢ નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે એક દિવસ પહેલાં પડેલા ભારે વરસાદથી મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય મેદાન… pic.twitter.com/LGDpPJlD9y
પંચમહાલના ગોધરામાં પણ ભારે વરસાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. યોગેશ્વર સોસાયટી રોડ સહિતના મુખ્ય રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની દૈનિક અવરજવર પર અસર પડી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
ગોધરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદ ખાબકતા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. યોગેશ્વર સોસાયટી રોડ સહિતના મુખ્ય રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને… pic.twitter.com/Uogw0DSAPd
અમદાવાદ શહેરમાં લગભગ 45 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારથી જ શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ, મેઘાણીનગર, મણિનગર, શાહીબાગ, પાલડી, આંબાવાડી, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, પ્રહલાદનગર અને શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં 45 દિવસ બાદ વરસાદ, સવારથી સતત વરસી રહ્યો છે વરસાદ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સેટેલાઈટ, મેઘાણીનગર, મણીનગર, શાહીબાગ, પાલડી, આંબાવાડી, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, પ્રહલાદનગર અને શિવરંજની સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સતત… pic.twitter.com/6rmPxMUVzp
સતત વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું છે. ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં નહિવત વરસાદ નોંધાયા બાદ હવે વરસાદનું આગમન થયું છે. શહેર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બહુચરાજીમાં 84 MM વરસાદ, શંખલપુર અંડરપાસ પાણીમાં ગરકાવ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 84 MM વરસાદ બહુચરાજીમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, જ્યારે બહુચરાજી-શંખલપુર અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને… pic.twitter.com/5l15LRbm42
મહેસાણા જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 84 MM વરસાદ બહુચરાજીમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. બહુચરાજી-શંખલપુર અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિકોમાં વર્ષોથી અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત હોવાની ચર્ચા છે. પાણીના નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાના કારણે દર વખતે વરસાદમાં આ વિસ્તારમાં મુશ્કેલી સર્જાતી હોવાની વાત સામે આવી રહી છે.
ગુજરાતમાં આજે ભારે વરસાદનું એલર્ટ, 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી બે દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજે 14 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત… pic.twitter.com/mVZ6oqCwC2
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી બે દિવસ પણ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. આજે 14 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ, નારોલ-અસલાલી હાઈવે પાણીમાં ગરકાવ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
અમદાવાદમાં ફરી વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નારોલ-અસલાલી હાઈવે અને ઇસનપુર-નારોલના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નારોલ ચાર રસ્તા પર દુકાનોના સટર સુધી પાણી પહોંચતા… pic.twitter.com/eufWpyUSSX
અમદાવાદમાં વરસાદે ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નારોલ-અસલાલી હાઈવે અને ઇસનપુર-નારોલના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નારોલ ચાર રસ્તા પર પાણી દુકાનોના સટર સુધી પહોંચી જતા વેપારીઓની મુશ્કેલી વધી છે. બીજી તરફ ઓઢવ ફાયર સ્ટેશન ચાર રસ્તા પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને BRTS ટ્રેક પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.
અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ, સોનીની ચાલીથી વસ્ત્રાલ સુધી પાણી ભરાયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે. સોનીની ચાલીથી ઓઢવ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વસ્ત્રાલ, ઓઢવ, ઠક્કરબાપાનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ… pic.twitter.com/axSk8pgqgD
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સોનીની ચાલીથી ઓઢવ તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વસ્ત્રાલ, ઓઢવ, ઠક્કરબાપાનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી સતત વરસાદના કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત થયું છે.
પાવાગઢમાં વહેલી સવારે વરસાદ, પગથિયાં પર વહ્યાં ઝરણાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને પગલે પાવાગઢના પગથિયાં પરથી પાણી ઝરણાંની જેમ વહેવા લાગ્યું હતું. વરસાદી માહોલથી પાવાગઢનું વાતાવરણ મનમોહક બન્યું હતું.#Pavagadh #PavagadhRain… pic.twitter.com/OY737lwZip
પાવાગઢ શક્તિપીઠ પર પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાવાગઢની યાત્રાધામ ટેકરી પર વરસાદ પડતાં પગથિયાં પરથી જાણે ઝરણાં વહેતા હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. પગથિયાં પરથી પાણીનો પ્રવાહ નીચે તરફ વહેતો જોવા મળ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢનો સમગ્ર વિસ્તાર મનમોહક બની ગયો હતો અને યાત્રાળુઓને પણ કુદરતનું સુંદર રૂપ જોવા મળ્યું હતું.
અમદાવાદમાં ભારે વરસાદથી ટ્રાફિકજામ, ઝીરો વિઝિબિલિટીએ વધારી મુશ્કેલી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
અમદાવાદમાં ભારે વરસાદને પગલે પકવાન અંડરપાસથી થલતેજ સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટીને લગભગ ઝીરો થઈ ગઈ છે. ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને ભારે… pic.twitter.com/uvv4onVeiQ
અમદાવાદમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે. પકવાન અંડરપાસથી થલતેજ સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડતાં વિઝિબિલિટી ઘટીને લગભગ ઝીરો થઈ ગઈ હતી.
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર, SG હાઈવે પર વાહનચાલકો પરેશાન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. SG હાઈવે અને થલતેજ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો તેમજ ઓફિસ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાવાને કારણે કેટલાક… pic.twitter.com/ljvluKOsKw
ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
જશોદાનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર!, વટવા GIDCનો રસ્તો પાણીમાં ગરકાવ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્રિકમપુરા પાટિયાથી વટવા GIDC ફેઝ-1 તરફ જતો સંપૂર્ણ રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સતત વરસાદને કારણે રસ્તા પર ગટરનાં પાણી… pic.twitter.com/ArTK42r0mm
બીજી તરફ સામાન્ય વરસાદમાં જ SG હાઈવે અને થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા ઓફિસ જતા લોકો અને વાહનચાલકો પરેશાન થયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા હતા.
વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ તૂટ્યા, મુક્તાનંદ સર્કલ પાસે ખાડા પડ્યા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 14, 2026
વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડને નુકસાન થયું છે. મુક્તાનંદ સર્કલ પાસે રોડ પરના પોપડા ઉખડી જતાં મોટા ખાડા પડી ગયા છે. રોડ તૂટતા વાહનચાલકોને… pic.twitter.com/E8Tdidiy20
સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદમાં પણ અહીં વારંવાર પાણી ભરાય છે. આનંદનગર હરણ સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી અને પાણીમાંથી પસાર થતી વખતે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા.
આ સ્થિતિએ ફરી એકવાર સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.