ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:17 PM, 13 September 2026
1/5
આવતી કાલે એટલે કે 14 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે બુલેટિન બહાર પાડીને ચેતવણી આપી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં મૂસળધાર વરસાદ પડી શકે છે. આ સાથે જ વીજળીના કડાકા અને ગાજવીજની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસે ગુજરાત હવામાની અસરનું મુખ્ય કેન્દ્ર બનશે.
2/5
જેમાં માત્ર ગુજરાત જ નહીં પણ દેશના 15થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. જેમાં ઉત્તર ભારતમાં દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ભારતમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ મૂસળધાર વરસાદ અને જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
દક્ષિણ દ્વીપકલ્પીય વિસ્તારોમાં આંધ્રપ્રદેશ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. અને બીજા અનેક રાજ્યોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને વીજળીના કડાકાની સંભાવના છે. જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને બીજા વિસ્તારો સામેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ