ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ
Last Updated: 08:05 PM, 13 September 2026
ADVERTISEMENT
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ હવે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે.ભાવનગર પરા વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે LCBએ દરોડો પાડ્યો હતો.
ADVERTISEMENT
ખોટા સ્ટીકરવાળી બોટલો મળી
દરોડા દરમિયાન બનાવટી દારૂ બનાવવા માટેના સાધનો, કેમિકલ્સ તેમજ કંપનીના ખોટા સ્ટીકરવાળી બોટલો મળી આવી છે. આ સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. LCBએ રેલવે કર્મચારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા વધુ સાત શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. રાજસ્થાનથી ભાવનગર સુધી ફેલાયેલા આ નેટવર્કમાં કુલ દસ વ્યક્તિઓનાં નામ સામે આવ્યા છે.
ADVERTISEMENT
કોણ છે આરોપીઓ?
આ સમગ્ર પ્રવૃત્તિમાં રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. તેની સાથે વિજય ઉર્ફે મયંક મકવાણા અને જીતેન્દ્ર ખાવડિયાની LCBએ ધરપકડ કરી છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અક્ષયરાજસિંહના મોરબી ખાતે રહેતા બનેવી રામદેવસિંહ ઝાલાએ ડુપ્લિકેટ દારૂ બનાવતા સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. તપાસમાં વધુ એક કડી રાજસ્થાન સાથે જોડાઈ છે. રાજસ્થાનના અજિતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ દ્વારા ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રી પાર્સલ મારફતે ભાવનગર મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. જ્યારે રાજસ્થાનથી સૂર્યપ્રતાપસિંહ નામનો શખ્સ ભાવનગર આવી ડુપ્લિકેટ દારૂ બનાવતો હોવાની પણ તપાસમાં વિગતો સામે આવી છે. પકડાયેલ આરોપી વિજય ઉર્ફે મયંકે બનાવટી દારૂ ખાટડી વિસ્તારના બુટલેગર શક્તિસિંહ, મંત્રેશ કોમ્પલેક્ષ પાસે રહેતા ભાવેશ સોલંકી તેમજ ચિત્રાના શરદ લીંબા ચાવડાને વેચાણ માટે આપ્યો હોવાની માહિતી સામે આવી છે. જ્યારે જીતેન્દ્ર ખાવડિયા ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ બનાવવા માટે જરૂરી સાધનો અને સામગ્રીની દેખરેખ રાખતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જસદણ નજીક વિંછીયામાં વ્યાજખોર સામે દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ
10 શખ્સોનાં નામ સામે આવ્યા
ADVERTISEMENT
રાજસ્થાન, મોરબી તેમજ ભાવનગર શહેર અને જિલ્લાના મળી કુલ 10 શખ્સોનાં નામ સામે આવ્યા છે. હાલ LCBએ રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. લઠ્ઠાકાંડ બાદ ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના આ નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસ હવે આ બનાવટી દારૂ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવ્યો હતો અને સમગ્ર નેટવર્ક પાછળ હજુ કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.