ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ, હોસ્પિટલમાં દાખલ કરાયા

દુખદ / સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ, હોસ્પિટલમાં દાખલ કરાયા

Published By: Hiralal Parmar

Last Updated: 07:11 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતાં તેમને બધાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ADVERTISEMENT

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતાં દોડધામ મચી હતી. વિદ્યાર્થીઓમાં યુવાનો અને યુવતીઓ બન્ને સામેલ છે. આ તમામે રાતે હોસ્ટેલની મેસજમાં પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ ખાધા બાદ તબિયત લથડી હતી જે પછી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી જોકે હજુ કેટલાક વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે.

વાલીઓ દોડી આવ્યાં

આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ દોડી આવ્યાં હતા અને પોતાના પુત્ર-પુત્રીની પૂછપરછ કરવા લાગ્યા હતા. સંસ્થા દ્વારા 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો તો સ્વીકાર કરાયો, પરંતુ, હોસ્ટેલના ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદ કે બહારના અન્ય ખોરાકના કારણે તબિયત લથડી હોવાનું બહાનું કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ

ભોજનના સેમ્પલ તપાસ માટે મોકલાયા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગને જાણ કરી છે તેમજ સુરત મહાનગરપાલિકા (SMC)ની ફૂડ સેફ્ટી ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી તથા ભોજનના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમા મોકલાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat PP Savani Institute Surat PP Savani Institute

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ