ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:01 PM, 13 September 2026
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના કાયદાકીય અને સામાજિક માળખાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ અને એનડીએ (NDA) શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પૂર્ણપણે લાગુ કરી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, ત્રિપલ તલાક નાબૂદ કરીને મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા છે અને હવે સમાન નાગરિક સંહિતા તરફ દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દેશની કાયદા વ્યવસ્થા અંગે વાત કરતાં ગૃહમંત્રીએ ઉમેર્યું કે, 'ભારતીય ન્યાય સંહિતા' લાગુ થવાથી દેશની જ્યુડિશિયલ સિસ્ટમ અત્યંત મજબૂત બની છે. તેના કારણે અનેક રાજ્યોમાં ગંભીર ગુનાઓમાં સજા અપાવાનો દર (Conviction Rate) એક જ વર્ષમાં 30 ટકા સુધી વધ્યો છે. સરકાર એવું સક્ષમ તંત્ર ઊભું કરી રહી છે જેથી કોઈપણ કેસમાં 3 વર્ષની અંદર પીડિતને ન્યાય મળી શકે. આ સિવાય નોર્થ-ઈસ્ટમાં 9,000 થી વધુ ઉગ્રવાદીઓએ સરન્ડર કર્યું છે અને આ વિસ્તાર હવે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT
દેશમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરોને હાંકી કાઢવાના સંકલ્પને દોહરાવતાં અમિત શાહે કહ્યું કે, સરહદ પારથી આવતા એક-એક અસંવિધિસ્ત ઘૂસણખોરની ઓળખ કરીને તેમને દેશ બહાર કરવામાં આવશે. મણિપુરમાં એનઆરસી (NRC) અંગે તેમણે જણાવ્યું કે સરકાર તમામ સહયોગી પક્ષો સાથે વાટાઘાટો કરી રહી છે. આ ઉપરાંત, 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર કડક કાર્યવાહી કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ