ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / રાજા બલિ પાસે માત્ર 3 ડગલાં જમીન કેમ માંગી? વામન અવતારનું એ રહસ્ય, જે જાણીને તમે પણ ચોંકી જશો
6 ફોટો ગેલેરી
Last Updated: 07:31 PM, 13 September 2026
1/6
મહાબલી નામનો મહાન રાજા એક સમયે ત્રણે લોક પર રાજ કરતો હતો. પ્રહલાદના પૌત્ર તરીકે જન્મેલા આ રાજાની શક્તિ એટલી હતી કે દેવતાઓનું સ્વર્ગ પણ તેમના અધિકાર હેઠળ આવી ગયું હતું. પણ તેમની સાચી ઓળખ તેમની દાનવીરતા હતી. કોઈ પણ યાચક તેમના દરબારમાંથી ખાલી હાથે પાછો ન જતો. એક વિશાળ યજ્ઞ દરમિયાન તેમને વચન આપ્યું કે જે કંઈ માંગશે તે આપીશ.
2/6
યજ્ઞસ્થળ પર અચાનક એક નાનો બ્રાહ્મણ બાળક આવી પહોંચ્યો. હાથમાં કમંડલ અને છત્રી, ચહેરા પર અદ્ભુત શાંતિ. તેને રાજા સમક્ષ માત્ર ત્રણ પગલાં જમીનની માંગણી કરી. બલિને આ માંગ હાસ્યાસ્પદ લાગી. તેમનેકહ્યું, “બાળક, તું વધુ માંગી શકે છે.” પણ બાળકે જવાબ આપ્યો કે અનંત ઇચ્છાઓવાળા માટે ત્રણે લોક પણ ઓછા પડે. જેટલું જરૂરી છે તેટલું જ પૂરતું છે.
ADVERTISEMENT
3/6
4/6
તે જ ક્ષણે વામન રૂપ વિરાટમાં બદલાઈ ગયું. વામનનું શરીર અનંત આકાશ સુધી ફેલાઈ ગયું. પહેલા પગલામાં સમગ્ર પૃથ્વી માપાઈ ગઈ, બીજા પગલામાં સ્વર્ગ લોક. ત્રીજા પગલા માટે જ્યારે કંઈ બાકી ન રહ્યું ત્યારે બલિએ માથું નમાવીને કહ્યું, “પ્રભુ, ત્રીજું પગલું મારા મસ્તક પર મૂકો.” આ રીતે તેમને રાજ્ય સાથે સાથે પોતાનો અહંકાર પણ સંપૂર્ણરીતે સમર્પિત કરી દીધો.
ADVERTISEMENT
5/6
ભગવાને તેમના સમર્પણને સ્વીકારીને કલળ લોકનું અધિપત્ય આપ્યું અને વિશેષ કૃપા વરસાવી. વામન અવતારની આ કથા માત્ર સામ્રાજ્ય છીનવવાની વાત નથી. ત્રણ પગલાંનું રહસ્ય ઊંડું છે. જેમાં પહેલું બાહ્ય સંપત્તિનું, બીજું મનની ઇચ્છાઓનું અને ત્રીજું સૌથી મુશ્કેલ અહંકારનું. જે વ્યક્તિ આ ત્રણેયને ભગવાનના ચરણમાં મૂકી દે છે તે સાચા અર્થમાં વિજયી બને છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ