ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં યુવકનું મો*ત, ઉપલેટામાં ST-ખાનગી બસ અથડાતાં મહિલાનું મો*ત, 14 લોકો ઈજાગ્રસ્ત!

દુઃખદ / જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં યુવકનું મો*ત, ઉપલેટામાં ST-ખાનગી બસ અથડાતાં મહિલાનું મો*ત, 14 લોકો ઈજાગ્રસ્ત!

Published By: Vishal Khamar
Reported By: Dhruv Maru

Last Updated: 11:50 AM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જેતપુરમાં ખારચીયા ગામ પાસે બસ, રિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈકચાલક યુવકનું મોત થયું, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી.

ADVERTISEMENT

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ખારચીયા ગામ પાસે બસ, રિક્ષા અને બાઈક વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખારચીયા ગામ નજીક બસ, રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલક યુવકનું મોત થયું હતું.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

અકસ્મતમાં અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ નજીક એસટી બસ અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં આશરે 9 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર-ઉના રૂટ પર દોડતી એસટી બસ મોટી પાનેલી ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ખાનગી બસ સાથે તેનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું

અકસ્મતમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આશરે 9 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 સહિતની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતમાં એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ, ઉકાઈમાં 11.81 ઈંચ ખાબક્યો; દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી વરસાદથી ખેડૂતોમાં ખુશી!

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અકસ્મતાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jetpur triple accident Kharchiya village accident Rajkot accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ