ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વિધાનસભામાં વંદે માતરમ્ વિવાદ વચ્ચે અમિત ચાવડાની સ્પષ્ટતા, ‘પ્રથમ બે અંતરા બાદ ખેડાવાલા બેઠા’

ગાંધીનગર / વિધાનસભામાં વંદે માતરમ્ વિવાદ વચ્ચે અમિત ચાવડાની સ્પષ્ટતા, ‘પ્રથમ બે અંતરા બાદ ખેડાવાલા બેઠા’

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 04:00 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વંદે માતરમ ગીત વિવાદ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી. કોંગ્રેસના ધારાસભ્યો સંપૂર્ણ સન્માન સાથે જોડાયા હોવાનો દાવો, જ્યારે કોઈ બેઠક બોલાવી નિર્ણય કરાયો હોવાનો ઇનકાર.

ADVERTISEMENT

ગાંધીનગર: વંદે માતરમ ગીતના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાના સ્થાન પરથી ઊભા ન થયા હોવાના મુદ્દે રાજકીય વિવાદ વકર્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો કાર્યક્રમમાં સંપૂર્ણ સન્માન સાથે જોડાયા હતા.

અમિત ચાવડાએ કહ્યું કે તેઓ કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે હાજર નહોતા, પરંતુ તેમણે ઘટનાનું ફૂટેજ જોયું છે. તેમના જણાવ્યા મુજબ, વંદે માતરમના પ્રથમ બે અંતરાલ દરમિયાન ઈમરાન ખેડાવાલા પણ અન્ય ધારાસભ્યોની સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ પોતાના સ્થાન પર બેસી ગયા હતા.

ઈમરાન ખેડાવાલા પાસેથી ખુલાસો પણ માંગવામાં આવશેઃ અમિત ચાવડા

ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આ મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પાસેથી ખુલાસો પણ માંગવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે પક્ષ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યો છે અને હકીકત જાણવા માટે ધારાસભ્યનો પક્ષ પણ સાંભળવામાં આવશે.

દાવાને અમિત ચાવડાએ નકારી કાઢ્યો

બીજી તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવીને વંદે માતરમ દરમિયાન કેવી રીતે વર્તવું તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દાવાને અમિત ચાવડાએ નકારી કાઢ્યો છે.

કોંગ્રેસ દ્વારા આવી કોઈ બેઠક બોલાવવામાં આવી જ નહોતી: અમિત ચાવડા

અમિત ચાવડાના જણાવ્યા મુજબ, કોંગ્રેસ દ્વારા આવી કોઈ બેઠક બોલાવવામાં આવી જ નહોતી. તેમણે કહ્યું કે ધારાસભ્યોને લઈને વંદે માતરમ કાર્યક્રમ અંગે કોઈ પૂર્વ બેઠક કે નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે.

આ પણ વાંચોઃ ખેડાવાલા મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, વંદે માતરમ એમના માટે ભાજપનું ગીત થઈ ગયું એ દુ:ખદ વાત, વિધાનસભામાં હંગામો

આ સમગ્ર ઘટનાને લઈને સત્તાધારી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રત્યારોપ શરૂ થયા છે. હવે ઈમરાન ખેડાવાલા તરફથી શું ખુલાસો આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vande Mataram controversy Gujarat Congress Amit Chavda

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ