ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સે કર્યું 4 દિવસનાં રંગમંચ મહોત્સવનું ભવ્ય આયોજન
Last Updated: 07:40 PM, 9 September 2026
ADVERTISEMENT
પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સે ચાર દિવસોનાં થિયેટર ફેસ્ટિવલ (રંગમંચ મહોત્સવ)નું આયોજન કર્યું હતું, જેમાં પ્રસિદ્ધ થિયેટર નિર્માતા-નિર્દેશકો અને કલાકારો પાસેથી દર્શકોને રંગમંચની કળાના વિવિધ પાસાં જાણવા સમજવાની તક મળી હતી. ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પ્રસિદ્ધ વડોદરામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ સંસ્થાએ પોતાની પ્રથમ એડિશનમાં કળારસિકોને અતિ પ્રભાવિત કર્યા હતા. આ એડિશનની સફળતા પછી 2026માં સંસ્થા બીજી એડિશન સાથે પરત ફરી હતી, જેણે એક વાર ફરી શહેરમાં ભારતીય થિયેટરના સમૃદ્ધ વારસા, જીવંત પર્ફોર્મન્સ અને રસપ્રત વાર્તાકથનથી કળારસિકોનું હૃદય જીતી લીધું હતું.
ADVERTISEMENT

આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ અભિનેતા અને રંગમંચના જાણીતા કલાકાર મકરંદ દેશપાંડેએ કર્યું હતું, જેમણે થિયેટર અને પર્ફોર્મિંગ આર્ટ્સની સમાજ પર પ્રભાવ ઊભો કરવાની ક્ષમતા ધરાવતા ચાર દિવસના મહોત્સવની શરૂઆત કરી હતી. દેશપાંડનું નાટક “મનુષ્ય” પણ આ ફેસ્ટિવલમાં ભજવવામાં આવેલા નાટકો પૈકીનું એક હતું. થિયેટર અને સિનેમામાં તેમના બહોળા કામને જોઈને આ ફેસ્ટિવલની શરૂઆત તેમના માટે વધારે વિશિષ્ટ હતી.
વધુ વાંચો: શો છોડ્યાના 2 વર્ષે રસ્તા પર રખડતો દેખાયો TMKOCનો આ કલાકાર, લોકોના ઘરે બનાવે છે જમવાનું!
પ્રથમ નાટક “મનુષ્ય”નું લેખન-નિર્દેશન મકરંદ દેશપાંડેએ કર્યું હતું, જેણે માનવીય પ્રકૃતિ, ઓળખ અને દરેક વ્યક્તિની અંદર અસ્તિત્વ ધરાવતા વિરોધાભાસોની સફર પર આત્મમંથન કરવાની દર્શકોને મજબૂત કરી દીધા હતા. ફડકે નામના વિચારકના પાત્ર પર કેન્દ્રીત આ નાટકમાં કેવી રીતે એક વ્યક્તિમાં વિદૂષક, ફિલોસોફર અને સામાન્ય માણસ એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે એ દર્શાવવામાં આવ્યું છે. આ નાટકે રંગમંચને એવું સ્થાન બનાવી દીધું હતું, જ્યાં દર્શકો પોતાની ઓળખ અને માનવીય વ્યવહાર વિશે સમજીવિચારી શકે.
ADVERTISEMENT
ફેસ્ટિવલ “પુરાને ચાવલ – પુરાની સોચ નહીં, પુરાના તજુર્બા” સાથે આગળ વધ્યો હતો, જેમાં પ્રસિદ્ધ અભિનેતા કુમુદ મિશ્રા અને તેમની ટીમે અભિનયનો આજાસ પાથર્યો હતો. આ નાટકમાં જીવન અને અનુભવની સમજણની સાથે હાસ્યનો સમન્વય થયો હતો. તેમાં ઉંમરની સાથે આવતી સમજદારી દેખાડી હતી અને અનુભવ એટલે જૂની વિચારસરણી એ વિચારને પડકાર ફેંક્યો હતો. રસપ્રદ પાત્રો અને રમૂજી સ્થિતિસંજોગો સાથે આ કૉમેડી નાટકે દર્શકોને હાસ્ય અને અનુભવની સાથે સાંજેને સમજદારીથી ભરી દીધી હતી. આ નાટકની વાર્તામાં અકથ પ્રેમ, સન્માન, સમાજનો વિચાર અને સફર પૂર્ણ થયા પછી પણ યાદગાર ચીજોને એકસૂત્રમાં બાંધીને રજૂ કરવામાં આવી હતી. આ નાટક હૃદયસ્પર્શી અંદાજમાં યાદ અપાવે છે કે, અમુક સંબંધો કશું કહ્યાં વિના અમિટ છાપ છોડી જાય છે.

ADVERTISEMENT
મહોત્સવમાં “વીર ગોકુલા” નાટક સાથે ઇતિહાસ અને શૌર્ય પણ મંચ પર જીવંત થઈ ગયું હતું. સાહસ, લડાયકતા અને બલિદાનના આ દમદાર નાટકે દર્શકોને સંઘર્ષ કરવા અને આઝાદીની લડાઈના યુગની સફર કરાવી હતી. શાનદાર અભિનય અને શ્રેષ્ઠ મંચસજ્જાએ અત્યાચારો સામે ક્યારેય ન ઝુકવાના માનવીય જુસ્સાની વાતને જીવંત કરી દીધી હતી.
ત્યાર બાદ મહોત્સવ “મારે ગયે ગુલ્ફામ” નામના નાટક સાથે આગળ વધ્યો હતો. આ નાટકમાં રંગમંચના પ્રસિદ્ધ કલાકાર રઘુબીર યાદવે લાગણીઓ, સંબંધો, માનવીય પ્રબળ ભાવનાઓ અને જીવનની જટિલતાઓને અસરકારક રીતે રજૂ કરી હતી. આ નાટકે દમદાર પાત્રો, શાનદાર અભિનય અને અસરકારક વાર્તાકથનથી દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખ્યા હતા. ઊંડી લાગણીઓ અને નાટકીયતાના સુભગ સમન્વય સાથે આ નાટકે દર્શકોને પોતાના પાત્રો સાથે આત્મસાત કરવા મજબૂત કરી દીધા હતા અને તેમના માનસપટ પર અમિટ છાપ છોડી હતી. આ નાટકે દર્શાવ્યું હતું કે, થિયેટર કે રંગમંચમાં માનવીય લાગણીઓ અને સંબંધોની બારીક જટિલતાઓને રજૂ કરવાની પ્રબળ ક્ષમતા છે.
ADVERTISEMENT
આ રીતે ફેસ્ટિવલના બીજી એડિશનના ચાર દિવસના ફેસ્ટિવલમાં દર્શકોને વિવિધ વિષયો પર નાટકો જોવા મળ્યા હતા, જેમાં આત્મચિંતન, હાસ્ય, માનવીય સંબંધો, ઇતિહાસ અને સંઘર્ષ જેવા વિષયો પર આધારિત નાટકો શામેલ હતા. દરેક નાટકની વાર્તા કહેવાનો અંદાજ અલગ હતો. આ જ રંગમંચ કેવી રીતે મનોરંજન કરી શકે છે, લાગણીઓ પ્રેરિત કરી શકે છે અને દર્શકોને પરિચિત વિચારોને જ નવા દ્રષ્ટિકોણથી જોવાની તક આપી શકે છે.
વધુ વાંચો : આનંદો! ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી, ક્યાં ક્યાં પડશે?
આ મહોત્સવે વિદ્યાર્થીઓ અને નવા કલાકારોને થિયેટરની વ્યાવસાયિક દુનિયા સાથે જોડાવાની તથા જીવંત પર્ફોર્મન્સની કળાને જોવાની એક મોટી તક આપી હતી. રંગમંચ કલાકારો, દર્શકો, હાવભાવ અને જીવંત મંચનની સંયુક્ત ઊર્જા પર આધારિત હોવાથી આ ફેસ્ટિવલે વર્ગખંડની બહાર પણ કળાત્મક પ્રક્રિયા અનુભવી શકાય એવું વાતાવરણ ઊભું કર્યું હતું.
ADVERTISEMENT
થિયેટર અને કળાત્મક અભિવ્યક્તિ માટે મંચ બનવાના મહત્વ પર વાત કરીને પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને એડમિશન સમિતિના ચેરપર્સન ડૉ. પારુલ પટેલે કહ્યું હતું,
“થિયેટરમાં વાર્તાઓ મારફતે દર્શકોને એકસાથે લાવવાની ખાસ તાકાત હોય છે – આ નાટકો આપણને હસાવે છે, પોતાની જાતને સવાલો પૂછવા મજબૂર કરે છે, વિચારવા પ્રેરિત કરે છે અને આપણને આસપાસ ઘટતી ઘટનાઓ અનુભવવાની ફરજ પાડે છે. આપણી લાગણીઓ અને આપણા આવેશો પર આત્મચિંતન કરવા દોરી જાય છે. અમે રંગમંચ મારફતે એવી સંસ્કૃતિ ઊભી કરવામાં મદદરૂપ થઈએ છીએ, જેમાં પર્ફોર્મિંગ આર્ટ્સ નવા દર્શકો અને નવા અવાજો સુધી પહોંચી શકે. આ રીતે અમે કલાકારોને પર્ફોર્મ કરવા અને દર્શકોને લાઇવ થિયેટરનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક આપી રહ્યાં છીએ.”
ADVERTISEMENT

વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવની બીજી એડિશન રંગમંચની કળાના વિવિધ સ્વરૂપોની ઉજવણી સાથે સંપન્ન થઈ હતી. અહીં દરેક પ્રસ્તુતિએ એક અલગ વાર્તા રજૂ કરી હતી, દરેક પાત્રએ એક નવો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો હતો તથા દરેક કર્ટેન કોલમાં કલાકારો અને દર્શકો વચ્ચેની ક્ષણોને યાદગાર બનાવી દીધી હતી. આ રીતે ગયા વર્ષે શરૂ થયેલા આ મહોત્સવની બીજી એડિશને વડોદરામાં ભારતીય રંગમંચની સમૃદ્ધિ અને વિવિધતાનો અનુભવ કરવા એક મંચ તરીકે પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.