ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / આજે ગાંધીનગરમાં ત્રિપલ એક્શન, 3 દિવસીય વિધાનસભા સત્રની શરૂઆત, શાસક પક્ષની બેઠક અને સાંજે કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દે થશે મંથન!
Last Updated: 09:04 AM, 9 September 2026
ADVERTISEMENT
ગાંધીનગરમાં આજે સવારે 10 વાગે વિધાનસભા ખાતે શાસક પક્ષની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શાસક પક્ષના તમામ ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપશે.
ADVERTISEMENT

આ બેઠકમાં ખાસ કરીને વિધાનસભાના 3 દિવસના ચોમાસા સત્ર દરમિયાન થનારા કામકાજ અંગે ચર્ચા કરવામાં આવશે. સત્ર દરમિયાન સરકાર તરફથી રજૂ થનારા કામો ઉપરાંત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવનારા વિવિધ મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. વિપક્ષના સવાલો અને મુદ્દાઓનો સરકાર તરફથી કેવી રીતે જવાબ આપવામાં આવશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
શાસક પક્ષની બેઠક બાદ આજે ગાંધીનગરમાં સાંજે કેબિનેટ બેઠક પણ મળશે. સ્વર્ણિમ સંકુલ ખાતે સાંજે 5 વાગે આ બેઠક યોજાશે. શાસક પક્ષની બેઠકના કારણે આજે કેબિનેટ બેઠક સાંજે રાખવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં હાલની વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વરસાદ અને તેની સ્થિતિ અંગે સરકાર દ્વારા માહિતી મેળવવામાં આવશે. આ ઉપરાંત પીવાના પાણી અને સિંચાઈના પાણીની સ્થિતિ અંગે પણ મહત્વની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે વિધાનસભાના ચોમાસા સત્રની કામગીરી અને સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયકો અંગે પણ કેબિનેટમાં ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને વિવિધ નીતિગત વિષયો અંગે પણ બેઠકમાં ચર્ચા થવાની છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં આજથી વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થશે. 3 દિવસીય સત્રની આજે બપોરે 12 વાગે પ્રથમ બેઠક મળશે. વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, આયોજન, મહેસૂલ, માર્ગ મકાન અને નર્મદા વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે. સાથે જ ઉર્જા પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક, જળસંપત્તિ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો પણ ગૃહમાં ચર્ચાશે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. પૂર્વ મંત્રી તથા વિધાનસભાના સભ્ય યોગેશ પટેલ સહિત અન્ય સભ્યોના મૃત્યુ અંગે વિધાનસભામાં શોક દર્શક ઠરાવ રજૂ થશે. શોક દર્શક ઠરાવ બાદ વિધાનસભા ગૃહ મોકૂફ રાખવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસનો આજે 21મો દિવસ, અત્યાર સુધીમાં 40 આરોપીની ધરપકડ
ત્યારબાદ પ્રથમ દિવસના બાકી રહેલા વિધેયક સહિતના અન્ય કામકાજને આગળ ધપાવવામાં આવશે. આમ, આજથી શરૂ થનારા ત્રણ દિવસના ચોમાસા સત્રમાં સરકારના કામકાજ સાથે વિપક્ષના વિવિધ મુદ્દાઓ પણ મહત્વના રહેશે. બીજી તરફ, સાંજે મળનારી કેબિનેટ બેઠકમાં વરસાદ, પીવાના પાણી, સિંચાઈના પાણી સહિત રાજ્યના મહત્વના મુદ્દાઓ પર સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ