ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વરસાદને લઈને મોટું અપડેટ, દિલ્હી-UP સહિત 27 રાજ્યોમાં એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

photo-story

7 ફોટો ગેલેરી

IMD / વરસાદને લઈને મોટું અપડેટ, દિલ્હી-UP સહિત 27 રાજ્યોમાં એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

Last Updated: 09:26 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 9 સપ્ટેમ્બરના રોજ દેશના 27 રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. દિલ્હી, યુપી અને રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/7

photoStories-logo

1. વરસાદને લઈને મોટું અપડેટ, દિલ્હી-UP સહિત 27 રાજ્યોમાં એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

દેશભરમાં ચોમાસાની વિદાયનો તબક્કો નજીક આવી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના બુલેટિન મુજબ, 9 સપ્ટેમ્બરના રોજ દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ જ્યાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડી રહ્યું છે, ત્યાં બીજી તરફ પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દિલ્હી-NCR અને યુપીમાં વાદળછાયું વાતાવરણ

દિલ્હી-NCR માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ વરસાદ પર હવે બ્રેક લાગી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી થોડા દિવસો સુધી અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે. અહીં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે. જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. બિહાર, ઝારખંડ અને બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ

પૂર્વ ભારતના રાજ્યોમાં મેઘમહેર યથાવત છે. બિહારમાં નદીઓ ઉફાન પર હોવાથી પૂર જેવી સ્થિતિ વચ્ચે 9 અને 10 સપ્ટેમ્બરે અતિભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત ઝારખંડમાં 9 થી 11 સપ્ટેમ્બર સુધી તથા પશ્ચિમ બંગાળમાં 13 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રાજસ્થાન અને ગુજરાતમાં ચોમાસું ધીમું પડશે

પશ્ચિમ ભારતના રાજ્યો જેવા કે રાજસ્થાન અને ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિવિધિઓ નબળી પડી રહી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આગામી અઠવાડિયા દરમિયાન હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, 12 સપ્ટેમ્બરથી પૂર્વ રાજસ્થાનમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ભારે વરસાદ

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને અંદમાન-નિકોબાર આઇલેન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મધ્યમ વરસાદ

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. હળવો વરસાદ

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate Monsoon2026 RainAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ