ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં દીકરીની બીભત્સ ચેટ વાયરલ થઈ તો પિતા-પુત્રે ચાલુ બાઈક પર હથોડાના ઘા મારીને પતાવી દીધી
Last Updated: 08:25 PM, 8 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ઓનર કિલિંગનું ભૂત ફરી ધૂણ્યું છે. જૂઠી ઈજ્જતને કારણે એક આશાસ્પદ યુવતીએ 'ભૂંડા' મોતે મરવાનો વારો આવ્યો હતો. નરાધમ બાપ-દીકરાની જોડીએ વટના સવાલ ખાતર એક આશાસ્પદ યુવતીને રહેંસી નાખી. સરખેજમાં રહેતી 22 વર્ષીય સોફિયા નામની યુવતીને તેના પિતા અને ભાઈએ ભેગા મળીને મરી ન જાય ત્યાં સુધી હથોડાના ઘા માર્યાં હતા. બાપ-દીકરાએ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે બન્નેનો ભાંડો ફૂટી ગયો હતો. શહેરમાં આ ઘટનાની ખૂબ ચર્ચા ચાલી હતી.
ADVERTISEMENT
સોફિયાની whatsapp ચેટ વાયરલ
હકીકતમાં થોડા દિવસ પહેલા સોફિયાના ફોટા અને બીભત્સ વોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી આથી પરિવારને લાગ્યું હતું આ પ્રકારના કામથી તેમની ઈજ્જત માટીમાં મળી જશે આથી પિતા અને ભાઈએ ભેગા મળીને સોફિયાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ADVERTISEMENT
ચાલુ બાઈક પર હથોડાના ઘા માર્યાં
હત્યાના પ્લાન અનુસાર, ભાઈ મોહમ્મદ હાબીલ ખાન અને તેના પિતા મોહમ્મદ ફારુક ખાને એક મોટો હથોડો ખરીદ્યો હતો અને ત્યાર બાદ સોફિયાને મોટરસાયકલ પર બેસાડી ભાઈજીપુરા વિસ્તારમાં લઈ ગયા હતા. રસ્તા વચ્ચે ચાલુ મોટરસાઈક પર બન્ને બાપ-દીકરો હથોડો લઈને સોફિયા પર તૂટી પડ્યા હતા અને જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી હથોડાના ઘા માર્યા હતા. સોફિયા મરી ગઈ હોવાની ખાતરી કરી તેને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા.
ADVERTISEMENT
હત્યા બાદ બાપ-દીકરાએ શું કર્યું?
હત્યા બાદ બન્ને બાપ-દીકરો તેને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા જ્યાં હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં ખપાવી દેવા પિતા-પુત્રની જોડીએ ફુલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો જે પ્રમાણે હત્યા બાદ સોફિયાની લાશને રોડ પર મૂકવામાં આવી હતી અને બાઈક પછાડીને એવો દેખાવ કર્યો કે અકસ્માતમાં સોફિયાનું મોત થયું છે.
ADVERTISEMENT
હત્યાનો ભાંડો કેવી રીતે ફૂટયો?
અકસ્માતમાં બહેનને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. 12 ઓગસ્ટે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મોત નોંધી કેસની તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળ અને તેની આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા હતા. ગત 12 ઓગસ્ટના રોજ વરસાદી વાતાવરણને કારણે સીસીટીવી ફૂટેજ પણ ખૂબ જ ઝાંખા હતા. ઘટના અને મૃતક યુવતીના પરિજનોના નિવેદનમાં વિસંગતતા જોવા મળી હતી. આરોપીઓએ પોલીસ નિવેદનમાં તેમણે મોટરસાયકલ પર સોફિયા અને તેનો ભાઈ મોહમ્મદ હાબીલ ખાન હોવાનું લખાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે કોલ ડીટેલ મંગાવી, cdr અને લોકેશનના રૂટ આધારે તપાસ શરૂ કરી હતી. કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા પુત્ર મોહમ્મદ હાબીલ ખાન અને તેનો પિતા મોહમ્મદ ફારુખ ખાન ભાંગી પડ્યા હતા અને આખરે દીકરીની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ NPSના નિયમોમાં મોટો ફેરફાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડના નવા વિકલ્પો
શું કામ કરતી સોફિયા?
ADVERTISEMENT
મૃતક સોફિયા એક પ્રાઈવેટ કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. થોડા સમય પહેલા સોફિયાની અશ્લીલ ચેટ વાયરલ થઈ હતી જે પછી પરિવારને સમાજમાં નામ બદનામ થવાની બીક લાગી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.