ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / NPSના નિયમોમાં મોટો ફેરફાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડના નવા વિકલ્પો
Last Updated: 11:26 PM, 3 September 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નિવૃત્તિ બાદ NPSમાંથી પેન્શન ઉપાડ અને એન્યુઇટી (Annuity) ખરીદીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ સરકારી ક્ષેત્રના NPS સભ્યોને નિવૃત્તિ બાદ 85 વર્ષની ઉંમર સુધી NPSમાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નવા નિયમ મુજબ નિવૃત્તિ સમયે સંચિત પેન્શન રકમના ઓછામાં ઓછા 40 ટકા હિસ્સામાંથી એન્યુઇટી ખરીદવાની જોગવાઈ છે. જોકે, સંચિત પેન્શન રકમ 8 લાખ સુધી હોય તો સભ્યને સમગ્ર રકમ એકમુશ્ત એટલે કે એકસાથે ઉપાડવાનો વિકલ્પ મળશે.
જો સંચિત પેન્શન રકમ 8 લાખથી વધુ અને 12 લાખ સુધી હોય, તો વધુમાં વધુ 6 લાખ સુધીની રકમ એકમુશ્ત ઉપાડી શકાશે. બાકીની રકમ માટે ઓછામાં ઓછા છ વર્ષ સુધી સમયાંતરે ચુકવણી મેળવવા અથવા એન્યુઇટી ખરીદવાનો વિકલ્પ રહેશે.
ADVERTISEMENT
આ ઉપરાંત, સભ્યને એન્યુઇટીની ખરીદી અને એકમુશ્ત રકમના ઉપાડને 85 વર્ષની ઉંમર સુધી મુલતવી રાખવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીના સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા અન્ય નિર્ધારિત કિસ્સાઓમાં ઓછામાં ઓછા 80 ટકા સંચિત પેન્શન રકમ એન્યુઇટી માટે ઉપયોગમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સંચિત પેન્શન રકમ 5 લાખ કે તેનાથી ઓછી હોય, ત્યારે સમગ્ર રકમ એકમુશ્ત ઉપાડવાનો વિકલ્પ રહેશે.
ADVERTISEMENT
નવા નિયમો હેઠળ NPSના સરકારી અને બિનસરકારી ક્ષેત્રના સભ્યો માટે ઉપાડની અલગ જોગવાઈઓ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ