ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ‘સંસ્કારી’ TV એક્ટર POCSO કેસમાં 2 મહિનાથી જેલમાં, કેસના દસ્તાવેજોમાં ભૂલોના આરોપથી જામીન પર પણ સવાલો!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:58 PM, 3 September 2026
1/6
2/6
કેટલાક દસ્તાવેજોમાં રોહિત ચંદેલની ઓળખ અને વ્યક્તિગત વિગતોને લઈને કથિત વિસંગતતાઓ સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ચાર્જશીટમાં તેમના વ્યવસાય તરીકે ‘બિઝનેસમેન’ એટલે કે વેપારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે રોહિત વ્યવસાયે એક્ટર છે અને અનેક ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે.આ ઉપરાંત તેમના ધર્મ અંગે પણ દસ્તાવેજોમાં અલગ માહિતી નોંધાયાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ રેકોર્ડમાં રોહિતનો ધર્મ મુસ્લિમ દર્શાવાયો હોવાનું કહેવાય છે. જ્યારે ધરપકડ સમયે રોહિતે પોતાને ‘હિંદુ રાજપૂત’ ગણાવ્યા હતા. આ વિગતોને લઈને હવે કેસના રેકોર્ડની ચોકસાઈ અંગે સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
3/6
કેસમાં રોહિતની વૈવાહિક સ્થિતિને લઈને પણ કથિત ગેરસમજ સામે આવી છે. અહેવાલ મુજબ મેડિકલ રેકોર્ડમાં રોહિતને ‘મેરિડ’ એટલે કે પરિણીત દર્શાવવામાં આવ્યા છે. બીજી તરફ રોહિતનું કહેવું છે કે તેઓ સિંગલ છે અને તેમના લગ્ન થયા નથી.રોહિતના જણાવ્યા પ્રમાણે તેઓ એકલા રહે છે. તેમણે એમ પણ કહ્યું હોવાનું સામે આવ્યું છે કે તેમની બહેન પરિણીત છે જ્યારે તેમનો ભાઈ માતા-પિતા સાથે રહે છે. રોહિતના વકીલ સવીના બેદી સચરે પણ મેડિકલ રિપોર્ટમાં તેમની વૈવાહિક સ્થિતિ ખોટી રીતે નોંધાયાનો દાવો કર્યો છે.
4/6
રોહિતના વકીલે દસ્તાવેજોમાં કથિત રીતે ખોટી માહિતી નોંધાવાને ગંભીર બાબત ગણાવી છે. તેમનો દાવો છે કે રેકોર્ડમાં રહેલી આ વિગતોની અસર રોહિતની જામીનની કાર્યવાહી પર પણ પડી છે.વકીલના જણાવ્યા પ્રમાણે તેમના ક્લાયન્ટની મેરિટલ સ્ટેટસ મેડિકલ રિપોર્ટમાં ખોટી રીતે લખવામાં આવી છે. હવે આ દસ્તાવેજો અને તેમાં રહેલી કથિત વિસંગતતાઓને લઈને કાનૂની પ્રક્રિયામાં શું અસર પડે છે તેના પર પણ નજર રહેશે.
ADVERTISEMENT
5/6
રોહિત ચંદેલના વકીલે એવો પણ દાવો કર્યો છે કે કેસની કાર્યવાહી લાંબી ચાલવાને કારણે એક્ટરના કરિયર પર ગંભીર અસર પડી છે. લાંબા સમયથી કસ્ટડીમાં હોવાના કારણે તેમના કામના અવસરો અને રોજીરોટી પર અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.ટીવી ઇન્ડસ્ટ્રીમાં સતત કામ કરી રહેલા રોહિત માટે આ સમયગાળો પ્રોફેશનલ રીતે પણ મુશ્કેલ બની રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું હોવાનું વકીલે જણાવ્યું છે. જોકે આ તમામ બાબતો અંગે અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.
6/6
રોહિત ચંદેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા સાથે સંબંધ ધરાવે છે. તેમણે વર્ષ 2014માં ટીવી શો ‘હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ’થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે ‘ચંદ્રગુપ્ત મૌર્ય’, ‘કસૌટી જિંદગી કે’ અને ‘પાંડ્યા સ્ટોર’ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે.‘કાશીબાઈ બાજીરાવ બલ્લાલ’માં રોહિતે બાજીરાવનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે ‘પાંડ્યા સ્ટોર’માં તેઓ ધવલ મકવાણાના રોલમાં જોવા મળ્યા હતા. તેમની કારકિર્દીમાં ‘એસ્કેપ લાઇવ’ જેવા પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.તાજેતરમાં રોહિત ‘સૈરાબ’માં ઈશાનના પાત્રમાં જોવા મળ્યા હતા. હવે 4 સપ્ટેમ્બર 2026ના રોજ થનારી આગામી સુનાવણી પર સૌની નજર છે. હાલ કેસમાં લાગેલા આરોપો અને દસ્તાવેજોને લઈને સામે આવેલા દાવાઓ અંગે કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આ મામલે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા જ લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ