ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ‘મિર્ઝાપુર: ધ મૂવી’ની એડવાન્સ બુકિંગમાં તોફાન, આટલી ટિકિટ વેચાઈ; ફરી જોવા મળશે મુન્ના ભૈયા-ગુડ્ડૂ પંડિતનો ભૌકાલ!

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / ‘મિર્ઝાપુર: ધ મૂવી’ની એડવાન્સ બુકિંગમાં તોફાન, આટલી ટિકિટ વેચાઈ; ફરી જોવા મળશે મુન્ના ભૈયા-ગુડ્ડૂ પંડિતનો ભૌકાલ!

Last Updated: 10:41 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

‘મિર્ઝાપુર: ધ મૂવી’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર છે. 4 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મની એડવાન્સ બુકિંગમાં જ જોરદાર કમાણી જોવા મળી રહી છે.

1/7

photoStories-logo

1. ‘મિર્ઝાપુર: ધ મૂવી’ની એડવાન્સ બુકિંગમાં તોફાન

‘મિર્ઝાપુર: ધ મૂવી’ની રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. મુન્ના ભૈયા, ગુડ્ડૂ પંડિત અને કાલીન ભૈયાની વાપસીથી ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ છે. ફિલ્મની અત્યાર સુધીમાં 1.34 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે અને એડવાન્સ બુકિંગથી 6 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ હોવાનું સામે આવ્યું છે. હવે 4 સપ્ટેમ્બરે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો ભૌકાલ મચાવે છે તે જોવાનું રહેશે.ગૂડ્ડૂ પંડિત, મુન્ના ભૈયા અને કાલીન ભૈયાની ત્રિપુટી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરમાં ત્રણેયને એકસાથે જોઈને ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. આ વખતે ફિલ્મમાં કેટલાક નવા ચહેરા પણ જોવા મળશે જેમાં રવિ કિશનનું નામ ખાસ ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એડવાન્સ બુકિંગમાં 6 કરોડથી વધુની કમાણી

‘મિર્ઝાપુર: ધ મૂવી’ની એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર બ્લોક સીટ્સ સહિત ફિલ્મે અત્યાર સુધીમાં અંદાજે 6.03 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે બ્લોક સીટ્સને બાદ કરતાં ફિલ્મની એડવાન્સ બુકિંગ કમાણી લગભગ 3.8 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.ફિલ્મ માટે અત્યાર સુધીમાં કુલ 7,408 શો નોંધાયા છે અને લગભગ 1 લાખ 34 હજાર 370 ટિકિટ વેચાઈ ચૂકી છે. આ આંકડા દર્શાવે છે કે ફિલ્મને લઈને દર્શકોમાં કેટલો ક્રેઝ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. દિલ્હી-NCRથી સૌથી વધુ કમાણી

‘મિર્ઝાપુર: ધ મૂવી’ની એડવાન્સ બુકિંગમાં દિલ્હી-NCR સૌથી આગળ છે. ફિલ્મે માત્ર દિલ્હી-NCRમાંથી જ અંદાજે 1.18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મુંબઈમાંથી લગભગ 50 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે.આ ઉપરાંત પુણેથી ફિલ્મે આશરે 26 લાખ રૂપિયા અને બેંગલુરુમાંથી લગભગ 21 લાખ રૂપિયાની કમાણી કરી છે. અન્ય શહેરોમાં પણ ફિલ્મની ટિકિટ માટે દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 250 કરોડના બજેટ સાથે બની છે ફિલ્મ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું કુલ અંદાજિત બજેટ લગભગ 250 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મના કલાકારોની જબરદસ્ત ફેન ફોલોઇંગને જોતા નિર્માતાઓને બોક્સ ઓફિસ પર મોટી કમાણીની આશા છે.ચર્ચા એવી પણ છે કે ફિલ્મ માટે પંકજ ત્રિપાઠીને લગભગ 15 કરોડ રૂપિયાની ફી મળી રહી છે. કાલીન ભૈયાના પાત્રમાં તેમની લોકપ્રિયતા ફિલ્મ માટે મોટું આકર્ષણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ફરી જોવા મળશે મુન્ના ભૈયા અને ગુડ્ડૂ પંડિતનો ભૌકાલ

‘મિર્ઝાપુર’ ફ્રેન્ચાઇઝીના સૌથી લોકપ્રિય પાત્રોમાં મુન્ના ભૈયા અને ગુડ્ડૂ પંડિતનો સમાવેશ થાય છે. ફિલ્મમાં આ પાત્રોને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે ફેન્સ ખાસ ઉત્સાહિત છે.ટીઝર અને ટ્રેલરમાં આ પાત્રોની ઝલક મળ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઈને ચર્ચા વધી છે. કાલીન ભૈયા સહિતના જૂના પાત્રો સાથે નવા ચહેરાઓની એન્ટ્રી ફિલ્મની સ્ટોરીમાં શું નવો વળાંક લાવશે તે જોવું રસપ્રદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝને મળ્યો હતો જબરદસ્ત પ્રતિસાદ

‘મિર્ઝાપુર’ની લોકપ્રિયતા નવી નથી. તેની પહેલી સિઝન 16 નવેમ્બર 2018ના રોજ રિલીઝ થઈ હતી. ત્યારબાદ બીજી સિઝન 23 ઓક્ટોબર 2020ના રોજ આવી હતી. ત્રીજી સિઝન 5 જુલાઈ 2024ના રોજ રિલીઝ કરવામાં આવી હતી.ત્રણેય સિઝનને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે આ જ લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફિલ્મના રૂપમાં સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મ વેબ સિરીઝથી કેટલી અલગ હશે અને નવા ચહેરાઓની એન્ટ્રીથી સ્ટોરીમાં કેટલો ફેરફાર જોવા મળશે તે અંગે ફેન્સમાં ઉત્સુકતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. શરૂઆત જોરદાર થવાની આશા

એડવાન્સ બુકિંગના હાલના આંકડાઓને જોતા ‘મિર્ઝાપુર: ધ મૂવી’ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી શકે છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે. હવે 4 સપ્ટેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચ્યા બાદ આ ક્રેઝ કમાણીમાં કેટલો ફેરવાય છે તે જોવાનું રહેશે.250 કરોડ રૂપિયાના બજેટને જોતા ફિલ્મ સામે મોટી કમાણીનું લક્ષ્ય છે. જોકે ‘મિર્ઝાપુર’ના પાત્રો અને ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતા ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટો ફાયદો કરાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Munna Bhaiya Mirzapur The Movie Mirzapur Advance Booking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ