ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના સિનોરમાં કોબ્રા રેસ્ક્યૂ કરતી વખતે યુવકને ડંખ, 38 વર્ષીય અનિલ માછીનું મો*ત; પરિવારને સહાયની માગ

ગુજરાત / વડોદરાના સિનોરમાં કોબ્રા રેસ્ક્યૂ કરતી વખતે યુવકને ડંખ, 38 વર્ષીય અનિલ માછીનું મો*ત; પરિવારને સહાયની માગ

Published By: Nidhi Panchal
Reported By: Manu Chavda

Last Updated: 11:04 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સિનોરમાં સાપ પકડવા ગયેલા 38 વર્ષના અનિલ કનુભાઈ માછીને કોબરા સાપે ડંખ મારતા તેમનું મોત થયું છે. પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિના મોતથી પત્ની, બે બાળકો અને વૃદ્ધ માતા સહિત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ADVERTISEMENT

જે બચાવવા આવ્યો તેને જ ડંખ માર્યો! વડોદરાના સિનોરમાં એક એવી ઘટના બની કે જે સાંભળીને કોઈપણ ચોંકી જાય. 38 વર્ષના અનિલ કનુભાઈ માછી સિનોર ગામમાં પાવભાજી લેવા ગયા હતા. ત્યાં અચાનક સાપ નીકળ્યો હતો. સાપને જોઈને તેને પકડવા માટે અનિલભાઈ આગળ આવ્યા હતા. જોકે, સાપ પકડવાનો પ્રયાસ કરતા જ કોબરા સાપે તેમના હાથમાં ડંખ મારી દીધો હતો. લોકોની મદદ માટે સાપ પકડવા ગયેલા અનિલભાઈ માટે આ ઘટના જીવલેણ બની ગઈ હતી.

cobra-2

તાત્કાલિક સારવાર માટે ફોફળિયા સહાય

સાપના ડંખ બાદ પરિવારજનોએ સમય બગાડ્યા વગર અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે ફોફળિયા સહાય માટે લઈ ગયા હતા. જોકે, ત્યાં આગળ સારો ઈલાજ કે સારવાર નહીં મળે એવું લાગતા પરિવારજનોએ તરત જ 108ને ફોન કર્યો હતો. ત્યારબાદ અનિલભાઈને 108ની મદદથી વડોદરાની SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારને આશા હતી કે સમયસર સારવાર મળવાથી અનિલભાઈનો જીવ બચી જશે, પરંતુ SSG હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

cobra-3

મૃતકના સગા નીરવભાઈ માછીએ જણાવ્યું

મૃતકના સગા નીરવભાઈ માછીએ જણાવ્યું હતું કે, અનિલભાઈ કનુભાઈ માછી સિનોર ગામમાં પાવભાજી લેવા ગયા હતા. ત્યાં સાપ નીકળ્યો હતો અને અનિલભાઈએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સાપે તેમના હાથમાં ડંખ મારી દીધો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં યોગ્ય સારવાર નહીં મળે એવું લાગતા 108ને ફોન કરીને તેમને SSG હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટરે અનિલભાઈનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
snake

સાપ પકડવાનું કામ પણ કરતા

અનિલભાઈ માત્ર સાપ પકડવાનો શોખ ધરાવતા વ્યક્તિ નહોતા, પરંતુ તેઓ વન વિભાગ માટે સાપ પકડવાનું કામ પણ કરતા હતા. આ ઉપરાંત તેઓ ડ્રાઇવર તરીકે પણ કામ કરતા હતા. એટલે સાપ પકડવાનું કામ તેમના માટે જાણીતું હતું અને ઘણી વખત તેઓ લોકોની મદદ માટે સાપ પકડવા જતા હતા. પરંતુ આ વખતે એક સાપને પકડવાનો પ્રયાસ તેમના માટે અંતિમ સાબિત થયો.

તેમના પરિવારમાં શોકનો માહોલ

અનિલભાઈના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છે. તેમના પરિવારમાં પત્ની, બે બાળકો અને તેમની માતા છે. તેમના પિતા નથી અને તેમની માતા ઉંમરલાયક છે. સૌથી મોટી વાત એ છે કે પરિવારની કમાનાર એક જ વ્યક્તિ અનિલભાઈ હતા. તેમના અચાનક મોતથી હવે પત્ની, બે બાળકો અને વૃદ્ધ માતાની જવાબદારી પરિવાર પર આવી પડી છે. પરિવારના સગા નીરવભાઈ માછીએ સરકાર અને વન વિભાગ પાસે સહાયની માગ કરી છે. તેમનું કહેવું છે કે અનિલભાઈ વન વિભાગ માટે સાપ પકડવાનું કામ કરતા હતા અને પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. તેથી સરકાર અને વન વિભાગ દ્વારા તેમના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તેવી પરિવારની આશા છે.

આ પણ વાંચો : ભરૂચના ઇખરમાં શિક્ષકની બર્બરતા, ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર માર્યાનો આક્ષેપ; શિક્ષક સામે ગુનો નોંધાયો!

આ ઘટના બાદ એક તરફ પરિવાર પોતાના સ્વજનને ગુમાવવાના દુઃખમાં છે, તો બીજી તરફ અનિલભાઈના મોતથી તેમના પર નિર્ભર પરિવાર સામે આર્થિક મુશ્કેલી પણ ઊભી થઈ છે. જે વ્યક્તિ લોકોની મદદ માટે સાપ પકડવા આગળ આવ્યો હતો, તેને જ સાપે ડંખ મારતા તેનું જીવન સમાપ્ત થઈ ગયું. હવે પરિવાર સરકાર અને વન વિભાગ તરફથી સહાય મળે તેની રાહ જોઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cobra Snake Anil Machhi Snake Bite

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ