ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / SMCની તપાસમાં 100થી વધુ પોલીસ કર્મીઓની પૂછપરછ, બુટલેગર સાથે કનેક્શનની તપાસ; કોન્સ્ટેબલની ધરપકડથી ખળભળાટ!
Last Updated: 11:04 AM, 3 September 2026
ADVERTISEMENT
ભાવનગરમાં સામે આવેલા દારૂકાંડની તપાસ હવે વધુ ગંભીર બની રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તપાસનો રેલો પોલીસ વિભાગ સુધી પહોંચતા પોલીસબેડામાં પણ ફફડાટ ફેલાયો છે. બુટલેગર ગૌતમ સોલંકીના સંપર્કમાં અનેક પોલીસ કર્મચારીઓ હોવાની શક્યતાને પગલે SMC દ્વારા મોટા પાયે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, SMCએ અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓની આકરી પૂછપરછ કરી છે. તપાસ દરમિયાન ભાવનગરના પોલીસ તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ગ્રામ્ય ASPના પણ નિવેદનો લેવામાં આવ્યા
તપાસના ભાગરૂપે 7 PI અને 8 PSI સહિત ભાવનગર SP તથા ગ્રામ્ય ASPના પણ નિવેદનો લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર સાથે પોલીસ કર્મચારીઓના સંપર્ક અંગે મળેલા પુરાવાઓના આધારે SMC દ્વારા CDR સહિતના ટેકનિકલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

CDRમાં પોલીસ કર્મચારીનું નામ સામે આવતા ધરપકડ
ADVERTISEMENT
આ કેસમાં અગાઉ ગ્રામ્ય ASPના કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે ટેલિફોનિક સંપર્કના પુરાવા સામે આવ્યા હતા. ત્યારબાદ CDRની તપાસ દરમિયાન કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
મોબાઇલ નંબર પણ CDRમાં સામે આવ્યા
તપાસ દરમિયાન વરતેજ પોલીસના અન્ય કેટલાક કર્મચારીઓના મોબાઇલ નંબર પણ CDRમાં સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે આ કર્મચારીઓની ભૂમિકા અને બુટલેગર સાથેના સંપર્ક અંગે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોન્સ્ટેબલ 11 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર
હાલમાં આરોપી કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ 11 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર છે. SMC દ્વારા તેની પૂછપરછ દરમિયાન મળતી માહિતીના આધારે તપાસનો વ્યાપ વધુ વધવાની શક્યતા છે.
ADVERTISEMENT

કુલ 27 આરોપી જેલહવાલે
ભાવનગર દારૂકાંડમાં અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત કુલ 27 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 11 આરોપીઓ 7 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર છે.
આ પણ વાંચોઃ ભરૂચના ઇખરમાં શિક્ષકની બર્બરતા, ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર માર્યાનો આક્ષેપ; શિક્ષક સામે ગુનો નોંધાયો!
SMCની તપાસમાં પોલીસ કર્મચારીઓ સાથેના સંભવિત સંપર્ક, CDR અને અન્ય ટેકનિકલ પુરાવાઓ મહત્વપૂર્ણ બની રહ્યા છે. હવે તપાસમાં કોના નામ સામે આવે છે અને પોલીસ વિભાગના કેટલા કર્મચારીઓની ભૂમિકા બહાર આવે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.