ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મકાનમાંથી માતા-દીકરીના મૃ*તદેહ મળ્યા, બંનેના મોબાઈલ ગાયબ, હ*ત્યા કે આત્મહ*ત્યા ?
Last Updated: 11:56 AM, 3 September 2026
ADVERTISEMENT
સુરત શહેરના પૂણા કેનાલ રોડ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મકાન નંબર 227માંથી 42 વર્ષીય જાશાબેન અને તેમની 19 વર્ષીય પુત્રી મુસ્કાનના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના ગળા પર નિશાન હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાસ્થળેથી બંનેના મોબાઈલ ફોન પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, જાશાબેનના ગળામાં સાડી લપેટાયેલી હતી અને સાડીનો એક ભાગ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. બીજી તરફ, પુત્રી મુસ્કાનના ગળા પર ગળું દબાવવાના નિશાન મળી આવ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ઘટનાને પગલે પૂણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા.

ADVERTISEMENT
ઘટના સમયે ઘરમાં માત્ર માતા-પુત્રી હતાં
પરિવારના જણાવ્યા મુજબ, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને કુલ સાત સભ્યોનો પરિવાર છે. પરિવારના વડા અવધેશ શ્રીવાસ્તવ હીરા ઘસવાનું કામ કરે છે, જ્યારે પુત્ર આનંદ ડિજિટલ પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે.
ADVERTISEMENT
પરિવારના સભ્યો પોતાના કામમાં વ્યસ્ત હતા
2 સપ્ટેમ્બરે છઠ પૂજાના તહેવારને લઈને પરિવારના સભ્યો પોતાના કામ અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા. આનંદના જણાવ્યા મુજબ, તે કામ પર ગયો હતો અને ડબલ શિફ્ટના કારણે ત્યાં રોકાઈ ગયો હતો. પિતા પણ કામ પર ગયા હતા, જ્યારે બે નાના જોડિયા ભાઈઓ શાળાએ ગયા હતા. જેના કારણે ઘટનાના સમયે ઘરમાં માત્ર જાશાબેન અને તેમની પુત્રી મુસ્કાન હાજર હતાં.
ADVERTISEMENT

'હિમાંશુ મને માર મારી રહ્યો છે'—માતાનો ફોન આવ્યો હોવાનો દાવો
ADVERTISEMENT
મૃતકના પુત્ર આનંદ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો છે કે, બપોરે આશરે 12:30થી 1 વાગ્યાની વચ્ચે તેની માતાનો ફોન આવ્યો હતો. ફોન પર માતાએ હિમાંશુ સિંહ તેમને માર મારી રહ્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારના જણાવ્યા પ્રમાણે, હિમાંશુ સિંહ તેમના જ ગામનો રહેવાસી છે અને છેલ્લા આશરે દોઢ વર્ષથી પરિવાર સાથે રહેતો હતો. આનંદનો આરોપ છે કે હિમાંશુ અગાઉ પણ પરિવારને ધમકાવતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. માતાનો ફોન મળ્યા બાદ આનંદ કામ પરથી નીકળ્યો હતો. જોકે, સરદાર માર્કેટ નજીક ભારે ટ્રાફિકના કારણે તેને ઘરે પહોંચવામાં મોડું થયું હતું. આ દરમિયાન તેને માતાના મોતની જાણ કરવામાં આવી હતી.
ઘરે પહોંચ્યો ત્યારે બંને મૃતદેહ મળી આવ્યા
ADVERTISEMENT
આનંદના જણાવ્યા મુજબ, ઘરે પહોંચ્યો ત્યારે શેરીમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘરના પાછળના રૂમમાં જાશાબેનનો મૃતદેહ પડેલો હતો અને તેમના ગળામાં સાડી લપેટાયેલી હતી. સાડીનો એક ભાગ કાપેલી હાલતમાં પંખા સાથે લટકતો હતો. આગળના રૂમમાં મુસ્કાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોના કહેવા મુજબ, તેના ગળા પર દબાણ કરવાના નિશાન જોવા મળ્યા હતા.
બંનેના મોબાઈલ ફોન ગાયબ, હિમાંશુ સામે પરિવારનો આક્ષેપ
પરિવારનો આરોપ છે કે ઘટનાના બાદ જાશાબેન અને મુસ્કાનના મોબાઈલ ફોન પણ મળી આવ્યા નથી. પરિવારજનોએ હિમાંશુ સિંહ પર બંનેની હત્યા કરીને ફરાર થઈ જવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ આરોપી ફરાર હોવાનું અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મોબાઈલ ડેટા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખુલશે રહસ્ય
પૂણા પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસ હવે મૃતકોના ગુમ થયેલા મોબાઈલ ફોન, કોલ ડિટેઈલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે. પોલીસ તપાસમાં મોબાઈલ ફોનમાંથી મળતો ડેટા, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વની કડી સાબિત થઈ શકે છે. હાલમાં માતા-પુત્રીના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને પોલીસ ફરાર હિમાંશુ સિંહને શોધી રહી છે.
આ પણ વાંચોઃ SMCની તપાસમાં 100થી વધુ પોલીસ કર્મીઓની પૂછપરછ, બુટલેગર સાથે કનેક્શનની તપાસ; કોન્સ્ટેબલની ધરપકડથી ખળભળાટ!
સુરતમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર
સુરતના યોગીચોક વિસ્તારમાં ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો હતો. પૂરઝડપે આવી રહેલી એક બેકાબૂ કારે રસ્તા પર એકસાથે ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. વાહનોથી સતત ધમધમતા વિસ્તારમાં કારચાલકે બેફામ ઝડપે કાર હંકારી હોવાના કારણે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.